mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આધેડ કર્મચારીનું કચેરીમાં ગરમી લાગી જવાથી મૃત્યુ થયાનો આક્ષેપ

Updated: May 30th, 2024

આધેડ કર્મચારીનું કચેરીમાં ગરમી લાગી જવાથી મૃત્યુ થયાનો આક્ષેપ 1 - image


જુના સચિવાલય સહિત કર્મચારીઓમાં ચર્ચા અને આક્રોષ

ધોમધખતા તાપમાં ત્રીજા માળના ધાબા નીચેની રોજગાર અને તાલીમ નિયામકની કચેરીમાં માત્ર કુલર્સ મુકવાની માંગ પણ સંતોષાઇ ન હતી

ગાંધીનગર :  જુના સચિવાયલ સ્થિત રોજગાર અને તાલીમ નિયામકની કચેરીમાં ગત સાંજે બનેલા બનાવે કર્મચારી આલમમાં આક્રોષ ફેલાવ્યો છે. આધેડ વયના કર્મચારીનું મૃત્યુ ગરમી લાગી જવાથી થયાનો આક્ષેપ કરાઇ રહ્યો છે. ત્યારે નોંધવું રહેશે કે ધોમધખતા તાપમાં ત્રીજા માળના ધાબા નીચેની રોજગાર અને તાલીમ નિયામકની કચેરીમાં માત્ર કુલર્સ અને પીવાના ઠંડા પાણી મુકવાની માંગ પણ સંતોષાઇ ન હતી. દરમિયાન મૃતકના ડેથ સર્ટીફીકેટમાં માયોકાડયલ ઇન્ફેક્શન લખાયુ હોવાથી તેને કર્મચારીઓ હિટ સ્ટ્રોક ગણાવી રહ્યાં છે.

ગુજરાતના પાટનગરમાં ગરમીએ રૌદ્ર રૃપના દર્શન કરાવ્યા છે. અહીં તાપમાનનો પારો ૪૭ ડિગ્રીએ પહોંચવામાં સ્હેજ બાકી રહ્યો હતો. આવી કાળઝાળ ગરમીમાં ઘણા સરકારી વિભાગો દ્વારા કર્મચજારીઓને થોડી રાહત રહે તેના માટે કુલર્સ મુકવામાં આવ્યા છે. દરમિયાન જુના સચિવાલયમાં બ્લોક નંબર ૧ના ત્રીજા માળે આવેલી રોજગાર અને તાલીમ નિયામકની કચેરીમાં મોડી બપોર બાદ આધેડ વયના કર્મચારીએ અતિશય ગરમી લાગતી હોવાનું સાથી કર્મચારીઓને જણાવ્યુ હતું. આ સાથે તેની તબીયત બગડવા લાગી હતી. આ કર્મચારીએ પોતાને માથામાં ગરમી લાગી રહ હોવાનું કહ્યાનું પણ કથન છે. જેના પગલે બાજુમાં આવેલા આયુસ વિભાગ તરફ અન્ય કર્મચા્રીઓ દોડયા હતાં અને ત્યાં વાત કરતાં ત્યાંથી જાણકાર લોકોએ આવીને પ્રાથમિક સારવાર આપવા પ્રયાસો કર્યા પછી આ કર્મચારીને કોઇ અધિકારીની એસી ચેમ્બરમાં લઇ જવાયા હતાં. પરંતુ તબીયત યોગ્ય નહીં જણાતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ તેમનો જીવ બચ્યો ન હતો. આ ઉપરાંત બે અઢવાડિયા પહેલા એક કર્મચારીને ગરમી લાગી જવાનો બનાવ બન્યાનું કર્મચારીઓ જણાવે છે.

Gujarat