વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા-પુત્ર દ્વારા રૃ.1.39 કરોડની હેરાફેરીની તપાસમાં IT પણ સામેલઃ આંગડિયાના મેનેજરની પૂછપરછ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા-પુત્ર દ્વારા રૃ.1.39 કરોડની હેરાફેરીની તપાસમાં IT પણ સામેલઃ આંગડિયાના મેનેજરની પૂછપરછ 1 - image

વડોદરાઃ વડોદરાના પૂર્વ રણજી ક્રિકેટર અને મહિલા ટીમના પૂર્વ કોચ તુષાર અરોઠે પાસે રૃ.૧.૩૯ કરોડ મળી આવવાના ચકચારી પ્રકરણમાં વડોદરા પોલીસે ઇન્કમટેક્સ વિભાગની મદદ લીધી છે.

પ્રતાપંગજ ખાતે રોઝરી સ્કૂલ સામે જે-૧ ફ્લેટ્સ,માં રહેતા પૂર્વ રણજી ક્રિકેટર તુષાર અરોઠેને ત્યાં તેના પુત્ર રિશિએ બહારથી રોકડ રકમના થેલા મોકલ્યા હોવાની વિગતોને પગલે વડોદરા શહેર એસઓજીની ટીમે દરોડો પાડયો હતો.પોલીસે થેલામાંથી રૃ.૧.૦૧ કરોડ કબજે કર્યા હતા.જ્યારે,સ્ટેશન પાસેની હોટલમાં રોકાયેલા રિશિના બે સાગરીત એકનાથ રાયપતવાર અનેઅમિત છગનરાવ જળિત(બંને રહે.આંબે ગાંવ,પઠાર,પીજી હોસ્ટેલ,પૂણે) પાસે રૃ.૩૮ લાખ કબજે કર્યા હતા.

પોલીસને તુષાર અરોઠેનો ક્રિકેટર  પુત્ર રિશિ હાથ લાગ્યો નહિં હોવાથી તેની શોધ કરવામાં આવી રહી છે.તો બીજીતરફ પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓએ વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે આ મુદ્દે એસઓજીના પીઆઇ વી એસ પટેલને તુષાર અરોઠે અને રિશિ અરોઠેના ઇન્કમટેક્સના રિટર્ન પણ મંગાવવા સૂચના આપી છે.રિશિ હાથમાં આવે ત્યાર પછી જ ઉપરોક્ત પ્રકરણમાં પોલીસને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થશે.પોલીસે આજે વડોદરાની પીએમ આંગડિયા પેઢીમાંથી રૃ.૧૦ની નોટ  બતાવનાર તુષાર અરોઠને કેશની ડિલિવરી આપનાર મેનેજરની પણ લાંબી પૂછપરછ કરી હતી. 

પિતાને કેશ મોકલનાર રિશિ અરોઠેનો ફોન સ્વીચઓફ,પિતા તુષારની પૂછપરછ

રિશિના ફોન પરથી રાઝ ખૂલશે,અનેક ક્રિકેટરોના નામો બહાર આવે તેવી શક્યતા

પિતાને કેશ મોકલનાર રિશિ અરોઠે પોલીસ અને ઇન્કમટેક્સના હાથમાં આવે તે પછી રહસ્ય પરથી પડદો ઉંચકાય તેમ છે.

વડોદરામાં રહેતા તુષાર અરોઠેને રૃ.૧.૩૯ કરોડની રોકડ મોકલનાર પુત્ર રિશિ અરોઠે નાસિક ગયો હોવાનું જાણવા મળ્યું છે.તેના આવ્યા પછી જ પોલીસને વધુ વિગતો મળે તેમ હોવાથી પિતા તુષાર અરોઠેને પૂછપરછ માટે રાખી મુકવામાં આવ્યા છે.

તો બીજીતરફ રિશિ અરોઠેને પોલીસનું તેડું આવતાં જ તે ભૂગર્ભમાં ઉતરી ગયો અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.રિશિના ફોન પરથી અનેક રાઝ ખૂલશે અને  બીજા પણ ક્રિકેટરોની સંડોવણી ખૂલે તો નવાઇ નહિં.


Google NewsGoogle News