Get The App

નર્મદા ડેમ પર ગેટ લાગ્યા બાદ ૭ વર્ષમાં તા.૧૫ થી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું

ગયા વર્ષની જેમ પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે ૧ મહિનાથી રોજ ૩ લાખ ક્યુસેક પાણી છોડાય છે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમ પર ગેટ લાગ્યા બાદ ૭ વર્ષમાં  તા.૧૫ થી ૧૭ સપ્ટેમ્બર વચ્ચે ડેમ ભરાયો ન હોય તેવું પહેલીવાર બન્યું 1 - image

રાજપીપળા,નર્મદા ડેમ પર ગેટ ફિટ કરાયા બાદ છેલ્લા ૭ વર્ષમાં પહેલીવાર એવું આ વખતે બન્યું છે કે તા.૧૫ થી ૧૭ સપ્ટેમ્બર સુધીમાં નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયો હોય.

ગત વર્ષે ૨૦૨૩માં ૧૭ સપ્ટેમ્બરે નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. વર્ષ ૨૦૧૭માં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી નર્મદા ડેમ ૧૭ સપ્ટેમ્બરના રોજ પૂર્ણતઃ ભરવામાં આવતો હતો કે આ તારીખ વડાપ્રધાનના જન્મદિનની છે. જેથી દર વર્ષે તા.૧૭મી સપ્ટેમ્બરે ડેમ ખાતે નર્મદાના નીરના વધામણાંનો કાર્યકક્રમ સરકાર દ્વારા યોજાતો રહ્યો છે, પરંતુ આ વખતે આવા કોઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી વખત પાંચ દરવાજા ૧.૬૫ મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૯૪,૧૨૮ ક્યુસેક થઇ રહી છે.

ડેમની જળ સપાટી આજની તારીખે ૧૩૭.૨૫ મીટરે પહોંચી છે. ડેમના ગેટમાંથી નદીમાં ૬૦,૦૦૦ ક્યુસેક અને પાવર હાઉસમાંથી ૪૧,૭૦૭ ક્યુસેક મળી નદીમાં કુલ ૧,૦૧,૭૦૭ ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. ગત વર્ષે ૨૦૨૩માં ૧૭ સપ્ટેમ્બરે નર્મદા નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પ્રથમ એવું વર્ષ હશે કે ડેમ પર દરવાજા લાગ્યા બાદ તા.૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ડેમ સંપૂર્ણતઃ ભરાયો નથી. જોકે હજુ પણ ડેમમાં સપાટી તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરથી ૧.૪૩ મીટર દુર છે. આ વર્ષે પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સમય સૂચકતા વાપરીને નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા છેલ્લા ૧ મહિનાથી નદીમાં રોજનું સરેરાશ ૩ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમના પાવર હાઉસ પણ ચાલુ છે. જેનાથી વીજ ઉત્પાદન પણ થઇ રહ્યું છે.


Google NewsGoogle News