આઇટી ગઠિયાએ ૪ હજાર વિડીયો ઉઠાવી લઇ વિદ્યાર્થીઓને ઓનલાઇન વેચી માર્યાં
ખાનગી એકેડમીઓના એપ્લિકેશન હેક કરી નાંખીને
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના લર્નિંગ વિડીયો એકેડમી રૃપિયા ૫ થી ૨૫ હજારમાં વેચે તે રૃપિયા ૨૦૦થી ૮૦૦ના ભાવે આપ્યાં
સરકારી નોકરીઓમાં ભરતીઓની પ્રક્રિયાના પગલે હજ્જારો લાખ્ખો યુવાનો
તૈયારી લાગી ગયાં છે. નવા ટ્રેન્ડ પ્રમાણે વિદ્યાર્થીઓમાં પરીક્ષાની તૈયારી માટે ઓનલાઇન
લનગ લેવાનું ચલણ ખુબ વધ્યું છે. જેના પગલે ખાનગી એકેડમીઓ દ્વારા વિષયવારના લનગ વિડીયો
તૈયાર કરીને તેનું ઓનલાઇન વેચાણ કરવામાં આવે છે. ત્યારે આવી એકેડમીઓ પૈકી જ્ઞાાન એકેડમી, વેબ સંકુલ, પ્રાજશ્વ ફાઉન્ડેશન, વચન ઓનલાઇન, ધ્યેય ઇન્સ્ટિટયુટ, વર્લ્ડ ઇનબોક્સ, સાધ્યમ એકેડમી અને
વિવેકાનંદ એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વિડીયો તૈયાર કરીને ઓનલાઇન મુકવામાં
આવતા હતાં. જોકે તેને
એક્સેસ કરીને એપ્લિકેશનમાં જ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓે રૃપિયા ૫ હજારથી લઇને
૨૫ હજાર જેટલી ફી ચૂકવવાની થતી હોય છે. પરંતુ હેકર્સ દ્વારા તેમની એપ્લિકેશનને જ હેક
કરીને ૪ હજાર જેટલા લનગ વિડીયોની તફડંચી કરીને આ વિડીયો વિદ્યાર્થીઓને રૃપિયા ૨૦૦થી
૮૦૦ના ભાવમાં ઓનલાઇન જ વેચી મારવામાં આવતા હતાં. આ સંબંધે જ્ઞાાન એકેડમીના મહેશભાઇ
આહજોલીયાની ફરિયાદ પરથી ગુનો દાખલ કરીને સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સપેક્ટર રાકેશ
ડામોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
એકેડમીના વિડીયોઝને ફોરવર્ડ અને રેકોર્ડ પણ કરી શકાતાં નથી
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના લર્નિંગ વિડીયોઝનો ઉપયોગ
કોઇપણ વ્યક્તિ ફી ચૂકવ્યા સિવાય કરી શકે જ નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓકોડમી
દ્વારા રેકાર્ડેડ અને લાઇવ વિડીયો મુકવામાં આવે છે. પરંતુ તેનું રેકોર્ડિંગ કરી શકાતું
નથી. આ ઉપરાંત આ વિડીયોઝને ફોરવર્ડ પણ કરી શકાતા નથી. આમ છતાં હેકર્સ દ્વારા એકેડમીઓના
વિડીયોને એક્સટ્રેક્ટ કરી નાંખવામાં આવ્યા હતાં. ત્યારે બાદ પોતાની ટેલિગ્રામ ચેનલ
પર મુકીને સસ્તા ભાવમાં વેચી મારવામાં આવ્યા હતાં.