છાત્ર સંસદમાં ઈસરો અધ્યક્ષ એસ સોમનાથ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સંબોધન કરશે
વડોદરાઃ વડોદરામાં ૨૩ ડિસેમ્બરે યોજાનારી સાતમી છાત્ર સંસદમાં અલગ અલગ ક્ષેત્રના જાણીતા લોકો વિદ્યાર્થીઓને સંબોધન કરશે.જેમાં ઈસરોના ચેરમેન એસ સોમનાથ તેમજ કેન્દ્રના માર્ગ, પરિવહન મંત્રી નીતિન ગડકરીનો પણ સમાવેશ થાય છે.નીતિન ગડકરી વિડિયો કોન્ફરન્સિંગથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાના છે.
આ સિવાય અભિનેતા વિક્રાંત મેસી, ભારતીય લેખક અને હાસ્ય કલાકાર વરુણ ગ્રોવર, ઈસ્કોનના ગૌરાંગ દાસ, ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના સ્થાપક એમ એસ બિટ્ટા, વલ્લભ યુવા સંગઠનના વ્રજરાજ ગોસ્વામી સહિતના મહાનુભાવો પણ વક્તવ્ય આપશે.
છાત્ર સંસદનુ આ સાતમુ અધિવેસન છે.જેમાં ૪૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના ૧૫૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓ હાજર રહેશે.છાત્ર સંસદના સ્થાપક કૃણાલ શર્માએ કહ્યુ હતુ કે, આ વખતે છાત્ર સંસદની થીમ..સસ્ટેનેબલ ઈન્ડિયા રાખવામાં આવી છે.
સાથે સાથે તમામ વિદ્યાર્થીઓ પરંપરાગત ભારતીય પરિધાન ધારણ કરીને એક નવો વિશ્વ રેકોર્ડ પણ સર્જશે.