વાજબી ભાવની પાંચ દુકાનમાં ગેરરીતી મળીઃ રૃપિયા ૫૪ હજારનો દંડ ફટકાર્યો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
વાજબી ભાવની પાંચ દુકાનમાં ગેરરીતી મળીઃ રૃપિયા ૫૪ હજારનો દંડ ફટકાર્યો 1 - image


એક મહિનામાં ૮૭ દુકાનો અને બે ગોડાઉનમાં તપાસ

ગાંધીનગર :  જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા તદેદારી સમિતિની બેઠક મળી હતી જેમાંં ગાંધીનગર જિલ્લામાં ઓગસ્ટ માસ દરમ્યાન ૧,૬૩,૨૫૬ રેશનકાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.જલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટે છેલ્લા મહિનામાં કુલ ૬૨૨ અરજીઓ પૈકી ૩૮૭ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર હિતેષ કોયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પુરવઠા તંત્ર દ્વારા ઓગસ્ટ માસની કામગીરીની માહિતી આપવામાં આવી હતી તેમજ  લોકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી મળી રહે, સંગ્રહખોરી, નફાખોરી કે કાળા બજાર થાય નહિ તે માટે જિલ્લા તપાસણી એકમ દ્વારા સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે. ઓગષ્ટ માસ દરમ્યાન ૮૭ વાજબી ભાવની દુકાનોની તેમજ ૨ ગોડાઉનોની તપાસણી હાથ ધરવામાં તપાસણી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની પાંચ વાજબી ભાવની દુકાનો દ્વારા કરવામાં આવેલી ગેરરીતિ અન્વયે કુલ રૃ.૫૮,૫૬૪ નો દંડ કરવામાં આવ્યો છે, રૃ.૯,૪૯૬ નો જથ્થો તથા રૃ.૧,૫૦,૦૦૦ની કિંમતનું વાહન રાજ્યસાત કરવામાં આવ્યો છે. તેમજ એક વાજબી ભાવની દુકાનનો પરવાનો મોકુફ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં કુલ-૨૪૯ ગ્રામ્ય તકેદારી સમિતી પૈકી ૨૪૬ ગ્રામ્ય તકેદારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે તથા ૧૦૭ શહેરી તકેદારી સમિતી પૈકી ૧૦૭ શહેરી તકેદારી સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પંડયા સહિત ચારેય તાલુકાના માલલતદારો ઉપરાંત ફુટ સેફ્ટિ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News