IOCLના પ્રોજેક્ટ મેનેજરે ઓનલાઇન ઠગોની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં 48 લાખ ગુમાવ્યા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
IOCLના પ્રોજેક્ટ મેનેજરે ઓનલાઇન ઠગોની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં 48 લાખ ગુમાવ્યા 1 - image

વડોદરાઃ ગોરવાના શિખર કોમ્પ્લેક્સમાં રહેતા અને આઇઓસીએલમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંદિપસિંઘ કેમ્બોએ પોલીસને કહ્યું છે કે,તા.૧૫ મી માર્ચે મને કોઇએ  વીઆઇપી ઇન્વેસ્ટમેન્ટ-૧૭૨ નામના વોટ્સએપ ગુ્રપમાં જોઇન કર્યો હતો.

ત્યારબાદ મને શેરબજારની જુદીજુદી ટિપ્સ મળતી હતી અને તે મુજબ ઇન્વેસ્ટમેન્ટ કરતાં મને સારૃં એવું વળતર મળ્યું હતું.ત્યારબાદ મને જો હમ્બ્રો બિઝનેસ સ્કૂલમાં    ટ્રેડિંગ કરીને સારૃં વળતર મેળવી શકો છો તેમ કહી લિન્ક મોકલીને જોઇન કરવામાં આવ્યો હતો.

મેનેજરે કહ્યું છે કે,મને આઇડી પાસવર્ડ આપવામાં આવ્યો હતો.લિન્ક ઓપન કરી પાસવર્ડ નાંખતા રીયલ ટાઇમ માર્કેટનો ભાવ  જોવા મળ્યો હતો.પરંતુ આ લિન્ક બંધ થઇ ગઇ હતી.જેથી મને કસ્ટમર કેરનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું હતું.

ત્યારબાદ મને અલગ અલગ લિન્ક મોકલી અને બેન્ક એકાઉન્ટ નંબર મોકલી રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.મેં કુલ રૃ.૪૯.૯૦ લાખ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.જેની સામે મને વિશ્વાસમાં લેવા માટે રૃ.૧.૮૭ લાખ પરત આપવામાં આવ્યા હતા.પરંતુ બાકીની રકમ ઉપડી શકી નહતી.જેથી મારી સાથે ફ્રોડ થયો હોવાનું જણાતાં સાયબર સેલને ફરિયાદ કરી હતી.


Google NewsGoogle News