Get The App

૪ વર્ષની બાળકીને ગંદા ઇશારા કરવાની ફરિયાદમાં તપાસ શરૃ

પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીના નિવેદનો લેવાયા : સીસીટીવીના ફૂટેજની તપાસ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
૪ વર્ષની બાળકીને ગંદા ઇશારા કરવાની ફરિયાદમાં તપાસ શરૃ 1 - image

, અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતી ૪ વર્ષની બાળકીને તેની ક્લાસની આયાએ માર મારી ગંદા ઇશારા કર્યા હોવાના  આક્ષેપની  ફરિયાદમાં આજે મકરપુરા પોલીસે સ્કૂલના સ્ટાફ, પ્રિન્સિપાલ તથા અન્યના નિવેદનો લીધા હતા.

 શહેરની એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકી નર્સરીમાં ભણે છે. તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરીની ક્લાસની આયાએ માર મારી ગંદા ઇશારા કર્યા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મકરપુરા પી.આઇ. વી.એસ.પટેલે આજે સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટી અને અન્ય સ્ટાફના નિવેદનો લીધા હતા. સ્કૂલમાં ફિટ કરેલા સીસીટીવીના  ફૂટેજ પણ ચેક કર્યા હતા. પરંતુ, કોઇ પુરાવા મળ્યા નથી. કથિત બનાવ વોશ રૃમમાં બન્યો  હોવાનો આક્ષેપ છે.ત્યાં સીસીટીવી નથી. હજી ધરપકડ જેટલા પુરાવા મળ્યા નથી. તપાસ ચાલુ છે. દરમિયાન ડી.ઇ.ઓ.એ જણાવ્યું હતું કે,  સ્કૂલ સામે તપાસ કરવામાં આવશે. જો કસુર જણાશે તો આકરા પગલા લેવામાં આવશે.


Google NewsGoogle News