આરટીઓમાં ઇન્ટરનેટ ફરીવાર ખોરવાયું અરજદારો ધક્કે ચઢ્યાં
ત્રણ દિવસની રજા બાદ ઉઘડતી કચેરીએ
રજાના કારણે કામગીરીનું ભારણ વધ્યું ત્યાં ટેકનિકલ ખામી સર્જાવા ટેસ્ટીંગ પણ સવારે બંધ રહ્યું
ગાંધીનગર આરટીઓ વર્ષએ અઢીસો કરોડથી વધુ રૃપિયાની આવક કરે
છે. સરકારને સૌથી વધુ કમાઇ આપતું તંત્ર આરટીઓ છે પરંતુ આરટીઓ પ્રત્યે ઉદાશીનતા
સેવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ આરટીઓની આંતરિક અને બાહ્ય હાલત જોઇને લાગી રહ્યું
છે. ગાંધીનગર આટરીઓમાં ટેકનીકલ ખામી સર્જાવાની સ્થિતિ દર અઠવાડિયા ત્રણથી ચાર વખત
બને છે જેના કારણે અરજદારોની સાથે હવે તો સ્ટાફને પણ હેરાન થવું પડે છે. કોઇ
મેન્યુઅલી કામગીરી નહીં હોવાથી ઇન્ટરનેટ ખોરવાય તો કામગીરી ઠપ્પ થઇ જાય છે તો
ઇન્ટરનેટ પાવરફુલ રહે અને કોઇ અન્ય વિકલ્પ પણ નેટ સેવાનો ખુલ્લો રહે તે પ્રકારની વૈકલ્પિક
વ્યવસ્થા પણ કરોડો કમાઇ આપતા તંત્રમાં ગોઠવવામાં આવતી નથી. જે ખુબ નીંદનીય બાબત
છે.
આજે સોમવારે શુક્ર,
શનિ અને રવિવારની ત્રણ રજા બાદ મોટી સંખ્યામાં અરજદારો ટેસ્ટીંગ માટે તેમજ
આરટીઓમાં અન્ય કામ અર્થે આવ્યા હતા પરંતુ સવારથી જ ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાઇ ગઇ
હતી જેના કારણે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી તો જ્યારે નેટ કનેક્ટીવીટી
શરૃ થઇ જતા પણ અરાજક્તા જોવા મળી હતી.