વડોદરા એરપોર્ટ દ્વારા સનાતન ધર્મનું ખુલ્લેઆમ અપમાન
- એરપોર્ટમાં બિછાવેલ કાર્પેટ માં ગરબાના પ્રતિક જેના પર લોકો ચાલીને જાય છે : યુવકે આંદોલનની ચીમકી ઉચ્ચારી
વડોદરા,તા.09 માર્ચ 2024,શનિવાર
વડોદરા એરપોર્ટ પર સનાતન હિન્દુ ધર્મનું ખુલ્લેઆમ અપમાન થતું હોવા છતાં વડોદરાના સત્તાધીશો ચૂપ છે તેમ કહીને વડોદરાના એક યુવકે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે હકીકતે એરપોર્ટ પર બિછાવામાં આવેલી કારપેટ વિવાદનું કારણ બની છે.
સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસનું કહેવું છે કે ગરબોએ માતાજીનું ધાર્મિક પ્રતીક છે જ્યાં તમામ હિંદુ માતાજીની ઉપાસના માટે ગરબે ખેલતા હોય છે. તેવામાં ગરબાનું પ્રતીક કારપેટ પર રાખી તેના પર ચાલવાનું બુટ પહેરી પગ મુકવાનું અમુક લોકો તો થુક્તાં પણ હોય છે. આ જોઈ મારી આસ્થાને ઠેસ પોંહચી છે આવું નાસ્તિક કાર્ય પાકિસ્તાનમાં નહિ આપણા વડોદરામાં થયું છે જે આજકાલનું નહિ ખાસા મહિનાઓથી ચાલી રહ્યું છે. જે પણ અતિથિ વડોદરામાં આવે તેને સૌ પ્રથમ આ ગરબાના પ્રતીક પર ફરજીયાત પગ મુકવો પડે છે કેમ કે આ કાર્પેટ વડોદરા એરપોર્ટના મુખ્ય ભાગમાં લગાવામાં આવી છે.
જો વડોદરા એરપોર્ટ ઓથોરિટી 7 દિવસમાં આ કાર્પેટ નહિ હટાવે તો તેમના વિરુદ્ધ આંદોલન અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
.