રિફર થતા દર્દીઓની જાણ સિવિલને થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના
વિભાગીય નાયબ નિયામકે બેઠક બોલાવીઃઆરોગ્ય કેન્દ્રોમાંથી
હ્યુમન મિલ્ક બેન્કમાં ૧૨ હજારથી વધુ ધાત્રી માતાઓને ડોનેશન આપવા કાઉન્સલીંગઃબે હજાર નવજાત શિશુઓને દૂધ અપાયું
ગાંધીનગર : મેડિકલ કોલેજ સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સમયસર સારવાર મળી રહે ઉપરાંત નિષ્ણાંત તબીબોની સેવા પણ ઝડપથી મળી રહે તે માટે વિભાગીય નાયબ નિયામકે તમામ ડોક્ટર્સને સુચના આપી હતી. આ ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાંથી દર્દી સિવિલમાં રીફર થાય તો તે અંગેની જાણ પણ સિવિલના સંલગ્ન તબીબી અધિકારીને થઇ જાય તથા તેની સંપુર્ણ તૈયારી અગાઉથી સિવિલમાં થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ સુચના આપવામાં આવી હતી.
ગાંધીનગર વિભાગીય નાયબ નિયામક ડો.સતીષ મકવાણા દ્વારા આજે
જીએમઈઆરએસમેડીકલ કોલજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ગાંધીનગરની મુલાકાત લેવામાં આવી સિવિલ
હોસ્પિટલ ખાતે હાલમાં કાર્યરત હ્યુમન મિલ્ક બેંકનું નિરીક્ષણ કર્યું હતું. આ મિલ્ક
બેંક વર્ષ ૨૦૨૧થી સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત છે. આ મિલ્ક બેક દ્વારા અત્યાર સુધી
અંદાજીત ૧૨ હજારથી વધુ ધાત્રી માતાઓનું મિલ્ક ડોનેશન માટે કાઉન્સીલીંગ કરવામાં
આવ્યું છે તેમજ અંદાજીત બે હજારથી વધુ નવજાત શિશુને લાભ આપવામાં આવ્યો છે ઉપરાંત
નિયામક દ્વારા એએફએચસી વિભાગ જે હાલમાં પી.પી.વિભાગ ખાતે કાર્યરત હતું. જે હવે
સિવિલ હોસ્પિટલ ખાતે મોડલ એએફએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે જે આજ રોજ સેવા માટે
ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જ્યાં તરુણ-તરુણીઓને લગતા જાતીય પ્રશ્નોનું નિરાકરણ
કરવામાં આવશે તેમજ તેમને જાતીય સંબંધી સમસ્યાઓનું જ્ઞાાન પણ આપવામાં આવશે.વધુમાં આજની
મુલાકાત દરમ્યાન નાયબ નિયામક દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે આપવામાં આવતી વિવિધ
આરોગ્ય સેવાઓ જેવી કે એસએનસીયુ,
તાત્કાલિક સારવાર વિભાગ,
ઓપીડી, દર્દી
સેવા કેન્દ્ર, રેફરલ
સવસનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા તેમાં વધુ આ સેવાઓને કઈ રીતે સુદઢ બનાવી શકાય
તે અંગે જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ તાત્કાલિક સારવાર
વિભાગમાં ફરજ બજાવતા મેડીકલ ઓફિસરની બેઠક બોલાવવામાં આવી હતી જેમને વિભાગો વચ્ચે
સંકલન રાખવાની સાથે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો સાથે પણ સંકલનમાં રહેવા માટે સુચના
આપવામાં આવી હતી.