Get The App

રેલવે પોલીસે ચોરીની FIR નોંધવાના બદલે ટાઇપ કરેલું કાગળ પધરાવ્યું

૧૦ દિવસ પહેલાં જ એક લાખનો આઇફોન ખરીદ્યો હતો ઃ પતિ સાથે મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
રેલવે પોલીસે ચોરીની FIR નોંધવાના બદલે ટાઇપ કરેલું કાગળ પધરાવ્યું 1 - image

વડોદરા, તા.10 વડોદરા રેલવે સ્ટેશન પર માતાને ટ્રેનમાં બેસવા માટે છોડવા આવેલી પુત્રીનો નવ દિવસ પહેલાં જ એક લાખની કિંમતનો ખરીદેલો આઇફોન ૧૬ પ્લસ ચોરી થયો  હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધવાના બદલે એક કાગળ પર ટાઇપ કરીને આ ફરિયાદ છે તેમ કહી પધરાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે શહેરના વાસણારોડ પર લીલી ટાવરમાં રહેતા નેહા ભગવાનસિંહ નરુકા મૂળ રાજસ્થાનના છે પરંતુ પંજાબી યુવક સાથે લગ્ન કર્યા છે અને વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા છે. તેમનું પિયર મધ્યપ્રદેશમાં છે. માતા સહિતના સભ્યો પણ વડોદરામાં સ્થાયી થયા છે પરંતુ મધ્યપ્રદેશ આવતા જતા રહે છે. તા.૨૯ સપ્ટેમ્બરના રોજ બપોરે તેમની માતાને મધ્યપ્રદેશ જવાનું હોવાથી તેઓ પતિ અને પુત્રી સાથે માતાને છોડવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતાં.

પ્લેટફોર્મ નંબર-૨ પર તેઓ એક બાકડા પર બેઠા હતા ત્યારે એક ભિખારી ભીખ માટે આવતા તેને પર્સમાંથી રૃા.૨૦ કાઢીને આપ્યા  હતાં. આ વખતે નાની પુત્રીએ પર્સમાં મૂકેલ ચોકલેટ ખાવાની જીદ કરતાં તેને પણ ચોકલેટ આપી ત્યારે પર્સ ખુલ્લું હોવાથી નજર ચૂકવી ભિખારીની સાથેના અન્ય એક શખ્સે ૧૦ દિવસ પહેલાં જ ખરીદેલો નવો આઇફોન શિફ્ટપૂર્વક ચોરી કરી લીધો હતો. પાંચ મિનિટ બાદ પર્સમાં જોતા મોબાઇલ ગાયબ હતો અને ભિખારી તેમજ તેની સાથેનો શખ્સ લઇ ગયા તે નિશ્ચિત થયું હતું.

નેહા તેમના પતિ સાથે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગઇ હતી ત્યારે એક લેડી કોન્સ્ટેબલે ફરિયાદ ટાઇપ કરીને એક નકલ નેહાબેનને આપી હતી. નેહાબેને ફરિયાદનો નંબર વગેરે ક્યો છે તેમ પૂછતાં લેડી કોન્સ્ટેબલે બધુ અંદર લખેલું છે તેમ કહ્યું હતું. જો કે બાદમાં ખબર પડી હતી કે પોલીસે ફરિયાદ નોધી નથી પરંતુ માત્ર ફરિયાદની વિગતો લખીને કાગળ આપ્યું છે. પોલીસની આ ભૂલ બાદ નેહાબેન તેમના પતિ સાથે ફરીથી પોલીસ સ્ટેશન આવ્યા હતાં અને એફઆઇઆર નોંધાવી હતી. પોલીસ સમક્ષ પણ ભિખારી અને તેના સાથીદારના ફૂટેજ રજૂ કર્યા હતાં.




Google NewsGoogle News