દીકરીનો જન્મ થતાં નારાજ સાસરીયાનો ત્રાસ, પતિએ કહ્યું,દીકરો કેમ ના આવ્યોઃકાઢી મૂકી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
દીકરીનો જન્મ થતાં નારાજ સાસરીયાનો ત્રાસ, પતિએ કહ્યું,દીકરો કેમ ના આવ્યોઃકાઢી મૂકી 1 - image

વડોદરાઃ છાણી વિસ્તારમાં રહેતી હેલ્થ વર્કરને પુત્રને બદલે પુત્રીનો જન્મ થતાં નારાજ થયેલા સાસરીયાએ ત્રાસ ગુજારીને કાઢી મૂકી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

હેલ્થ વર્કરે કહ્યું છેકે,મારા લગ્ન નિરવ સાથે થયા બાદ પુત્રીનો જન્મ થતાં પતિએ મને દીકરો કેમ ના આવ્યો તેમ કહીને હેરાન કરવાનું શરૃ કર્યું હતું.મારા સાસુ અને પરિણીત નણંદ પણ મેંણા મારી હેરાન કરતા હતા.

દોઢ મહિના પહેલાં હું મારી ફરજ પર હતી ત્યારે પતિની નોટિસ મળી હતી.જેથી ઘેર જઇ પતિને પૂછતાં તેણે કહ્યું હતું કે,મારી તને રાખવી નથી,છૂટાછેડા આપવા છે.પતિએ કાંઇ પણ સાંભળ્યા વગર દરવાજો બંધ કરીને મને કાઢી મૂકી હતી.જેથી હું મારા  પિયરમાં આશરો લઇ રહી છું.ફતેગંજ પોલીસે આ અંગે પતિ,સાસુ અને નણંદ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News