Get The App

બિલ ગામની મારામારીમાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત

જૂના ઝઘડાની અદાવત રાખી ડંડાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
બિલ ગામની મારામારીમાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત 1 - image

વડોદરા,બિલ ગામમાં જૂના ઝઘડાની અદાવતે યુવાન  પર જીવલેણ હુમલો કરવાના કેસમાં ઇજાગ્રસ્તનું મોત થતા  પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર નજીકના બિલ ગામે મઢી વિસ્તારમાં ટાંકી ફળિયામાં રહેતા ૪૦ વર્ષના  મહેશભાઇ હરમાનભાઇ વસાવા ગત તા.૨૦ મી એ બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘર પાસે ઉભા રહીને ભત્રીજા સાથે વાતચીત કરતા હતા. તે સમયે  નજીકમાં જ રહેતો મેલસિંહ ભગાભાઇ ઠાકોર ધસી આવ્યો હતો. તેણે ડંડા વડે  હુમલો કરી મહેશભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચાડી  હતી. ગંભીર રીતે ઘાયલ મહેશભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થતા તપાસ અધિકારી એ.સી.પી. એ.પી.રાઠવાએ હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.


Google NewsGoogle News