સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા ઘાયલ એન્જિનિયરનું મોત

ગરદનના ભાગે ગંભીર ઇજા થતા લકવા થઇ ગયો હતો

Updated: Nov 17th, 2023


Google NewsGoogle News
સ્વિમિંગ પુલમાં ડૂબકી મારતા  ઘાયલ એન્જિનિયરનું મોત 1 - image

 વડોદરા,સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં સ્વિમિંગ પુલમાં ડૂબકી મારનાર યુવક પુલના તળિયામાં અથડાતા તેને ગરદનમાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સમતા વિસ્તારની પ્રેરણા પાર્ક સોસાયટીમાં રહેતો શિવ પંકજકુમાર પાંડે ગત તા.૨૫મી ઓક્ટોબરે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં સ્વિમિંગ  પુલમાં ગયો હતો. સ્વિમિંગ પુલમાં ડાઇવ મારતા સમયે તે તળિયામાં અથડાતા ગરદન પર  ગંભીર ઇજા થતા તેને લકવાની અસર થઇ હતી. શિવ પાંડેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન ગત તા.૧૩મી એ મોડી સાંજે તેનું મોત થયું હતું. શિવ પાંડેના  પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મૃતકે એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. અને હાલમાં ગેટ એક્ઝામની તૈયારી કરતો હતો.



Google NewsGoogle News