વડોદરામાં આંતર માળખાકીય સુવિધાના કામો ૧૭૨ કરોડમાંથી કરાશે

આઉટ ગ્રોથ વિસ્તારના ૭ ગામોમાં જરૃરી સુવિધા ઉપલબ્ધ કરાવાશે

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
વડોદરામાં આંતર માળખાકીય સુવિધાના કામો ૧૭૨ કરોડમાંથી કરાશે 1 - image

વડોદરા, તા.2 ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને સભા મંડળોને શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રીના વરદ હસ્તે ૨,૦૮૪ કરોડના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.

વડોદરા કોર્પોરેશનને સ્વર્ણિમ યોજના અંતર્ગત ૧૭૨ કરોડનો ચેક મળેલો છે. સ્થાયી સમિતિના અધ્યક્ષે જણાવ્યુ હતું કે, સ્વર્ણિમ ઇન્ફ્રા પેટે રૃા.૧૧૪.૫૬ કરોડ અને સ્વર્ણિમ ઓ.જી. પેટે રૃા.૫૬.૭૦ કરોડ મળેલ છે. આમ કુલ રૃા.૧૭૨ કરોડ રૃપિયા વડોદરા મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલ છે. આ ગ્રાન્ટ થકી શહેરના આંતર માળખાકીય સુવિધાના આયોજનમાં મદદ થશે. વડોદરામાં નવીન સમાવિષ્ટ ઓ.જી. વિસ્તારના સાત ગામોના આંતરમાળખકીય સુવિધા જેવી કે, પાણીની લાઇનનું નેટવર્ક, ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી., એ.પી.એસ., રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરેનો વિકાસ ઝડપથી કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેર જેવી સુવિધાઓ આગામી સમયમાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આગામી બે વર્ષમાં તમામ આંતર માળખાકીય સુવિધા ૧૦૦ ટકા પૂર્ણ થાય તેવું આયોજન છે. તમામ કામનું મોનિટરીંગ કરી તે કામોની ગુણવત્તા જળવાઇ રહે તે રીતે મહાનગરપાલિકા કાર્ય કરવા કટિબધ્ધ છે.




Google NewsGoogle News