Get The App

ભારતમાં પણ ઈએસજીના ધારાધોરણોને ઉદ્યોગોએ ભવિષ્યમાં અપનાવવા પડશે

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
ભારતમાં પણ ઈએસજીના ધારાધોરણોને ઉદ્યોગોએ ભવિષ્યમાં અપનાવવા પડશે 1 - image

વડોદરાઃ ભારતમાં પણ ઉદ્યોગોએ આગામી વર્ષોમાં ઈએસજી( એન્વાર્યમેન્ટલ, સોશિયલ એન્ડ ગર્વનન્સ)ના ધારાધોરણોનુ પાલન કરવુ પડશે .આ માટે ઉદ્યોગોને જાણકારી આપવા માટે ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રિઝ દ્વારા ૨૯ નવેમ્બરે સસ્ટેનેબલ ફ્યુચર્સ...શિર્ષક હેઠળ એક કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ છે.

આ કોન્ફરન્સમાં ભારત સરકારના ચીફ ઈકોનોમિક એડવાઈઝર ડો.વી અનંત નાગેશ્વરન તેમજ ગુજરાત સરકારના સંખ્યાબંધ આઈએએસ અધિકારીઓ અને જાણીતા ઉદ્યોગપતિઓ વકતવ્ય આપશે.

કોન્ફરન્સના વિષય અંગે જાણકારી આપતા એફજીઆઈના પ્રમુખ તારક પટેલ, ઉપપ્રમુખ સમીર ખેરા તેમજ કમિટિ મેમ્બર અને સીએ સંજીવ  શાહે કહ્યુ હતુ કે, વિશ્વમાં પ્રચિલત બની રહેલી ઈએસજી પ્રેક્ટિસ હવે ભારતમાં પણ લાગુ થઈ છે.સેબી દ્વારા સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી ટોચની ૧૦૦૦ કંપનીઓને તેનુ પાલન કરવાનો આદેશ અપાયો છે.જેમાં પર્યાવરણ, કર્મચારીઓ તેમજ કંપનીને લગતા ધારાધારણોનો સમાવેશ થાય છે.કંપનીઓએ ઓડિટમાં પણ તેનો ઉલ્લેખ કરવો પડશે અને આગામી વર્ષથી ઓડિટમાં દર્શાવાયેલી બાબતો સાચી છે કે નહીં તેનુ સર્ટિફિકેટ પણ નિયત એજન્સી પાસેથી લેવુ પડશે.કંપનીઓના ઈએસજી ધારાધોરણ તેના વેન્ડરોને પણ લાગુ પડશે.ભવિષ્યમાં નાના મોટા તમામ ઉદ્યોગો માટે આ ધારાધોરણો લાગુ પડશે.આ હોદ્દેદારોનુ કહેવુ હતુ કે યુરોપની કંપનીઓ અત્યારે ઈસીજીનો અમલ કરવામાં  સૌથી આગળ છે અને હવે તેઓ જે કંપની પાસેથી પ્રોડકટસ ખરીદે છે તે કંપનીઓ પણ ઈએસજીના ધારાધોરણોનુ પાલન કરે તેવો આગ્રહ રાખે છે.પાણી-વીજળી જેવા સંસાધનોની બચત કરવી હોય તેમજ કર્મચારીઓની કાર્યક્ષમતાને વધારીને સરવાળે ઉત્પાદન વધારવુ હોય તો આ ધારા ધોરણો ઉપયોગી પૂરવાર થઈ શકે છે.ભારતમાં હવે ઉદ્યોગોએ તેનાથી પરિચિત થવાનો સમય આવી ગયો છે.



Google NewsGoogle News