ભરૃચમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના અધિકારી લાંચના છટકામાં

નવી ફેક્ટરીના પ્લાન્ટ મંજૂર કરવા મદદનીશ નિયામક જીગર પટેલે રૃા.૧.૨૫ લાખ માંગ્યા હતાં

Updated: May 16th, 2024


Google NewsGoogle News
ભરૃચમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના અધિકારી લાંચના છટકામાં 1 - image

ભરૃચ તા.૧૬ ભરૃચ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ નિયામક નવી ફેક્ટરીના પ્લાન્ટના નકશા મંજૂર કરવા માટે સવા લાખ રૃપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતાં. 

ભરૃચની બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આવેલી છે. આ કચેરીમાં વર્ગ-૨ ના મદદનીશ નિયામક જીગર જગદીશચંદ્ર પટેલ ફરજ બજાવે છે. નવી ફેક્ટરી ખોલવા માટેના પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૃરી દસ્તાવેજો સાથે થયેલી એક અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી અધિકારી જીગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ રૃા.૧.૨૫ લાખ આપવા પડશે તેમ અરજી કરનારને જણાવ્યું હતું.

 લાંચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોવાથી ભ્રષ્ટાચારી અધિકારીની સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે બપોરના સમયે અરજદાર મદદનીશ નિયામકને લાંચની રકમ રૃા.૧.૨૫ લાખ ચૂકવવા ગયા હતાં. જીગર પટેલ સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ લાંચની રકમ આપતાં જ એસીબીના સ્ટાફે પહોંચી જઇ જીગર પટેલને લાંચની રકમ સાથે ઝડપી પાડયો  હતો.




Google NewsGoogle News