મેરી માટી મેરા દેશ..કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુંદર સુશોભનઃ30 મીટરની ગેલેરીનું આકર્ષણ
વડોદરાઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી દરમિયાન કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ઉભી કરાયેલી પ્રદર્શની અને સુશોેભન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી દરમિયાન બાળકો અને નગરજનોમાં આઝાદીના સંસ્મરણો તાજાં કરાવવા માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ઉભી કરાયેલી પ્રદર્શની જોવા લોકો સ્વયંભૂ ઉમટી રહ્યા છે.
ડીસીપી પન્ના મોમાયાના ઝોનમાં આવતા આ પોલીસ સ્ટેશનમાં ૩૦ મીટર જેટલી લાંબી પ્રદર્શનીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા,લખાણ,ફૂલ-છોડના કૂંડા,લાઇટ ડેકોરેશન,ફુગ્ગાનો ગેટ મુકવામાં આવ્યા છે.જ્યારે,ગામડાંમાં વસેલું ભારતનું દ્શ્ય રજૂ કરવા માટે એક આબેહૂબ ઝૂંપડી પણ ઉભી કરાઈ છે.
ડીસીપીએ કહ્યું હતું કે,અમારા દરેક પોલીસ સ્ટેશનમાં આ રીતે ૧૫મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી રહી છે.સ્કૂલના બાળકોને આ પ્રદર્શનીનો લાભ લેવા આહવાન કરીએ છીએ.નોંધનીય છે કે,કારેલીબાગના પીઆઇ સીઆર જાદવ અને ટીમ દ્વારા જુદીજુદી થીમ તૈયાર કરાઈ છે.