નાના વેપારીઓ પર વ્યવસાય વેરાનું ૪૦૦ ટકા ભારણ વધાર્યું
૫૦૦ને બદલે ૨૫૦૦ વેરો : ૧૦ લાખ સુધીના ટર્ન ઓવરનો વેરો ૧૦૦ ટકા વધ્યો
વડોદરા,વ્યવસાય વેરો વેપારીનો ટર્ન ઓવર પ્રમાણે હતો, તેના બદલે વેપારીનું વાર્ષિક ટર્ન ઓવર વધે તે મુજબ વેરો ભરવાનો થશે. આના કારણે નાના વેપારીઓ પર વેરાનું ભારણ વધશે.
ટર્ન ઓવરમાં ૨.૫૦ લાખથી ફિક્સ ૨૫૦૦ ભરવાના થશે, એટલે કે અઢી લાખથી એક રૃપિયો પણ વધે તો પાંચ લાખ સુધીના ટર્ન ઓવર માટે ૫૦૦ને બદલે ૨૫૦૦ વ્યવસાય વેરો ભરવાનો થશે.
સીધો પાંચ ગણો વધારો આર્થિક ભારણ ૪૦૦ ટકા વધારી દેશે. જે વેપારીનું ટર્ન ઓવર પાંચ લાખથી ૧૦ લાખ સુધી હશે તેને ૧૨૫૦ને બદલે ૨૫૦૦ ભરવાના થશે, એટલે કે તેને સીધા ડબલ ભરવા પડશે, જે ૧૦૦ ટકા વધારો થશે. હાલ ઓનલાઇન ધંધામાં મળતા ભાવ તફાવતના કારણે વેપારીઓને વેપાર કરવો મુશ્કેલ થયો છે, ત્યારે વેપારીઓ પર વેરાનો બોજ નહીં વધારવા અને વેપારીઓને આડેધડ નોટિસો આપીને તેઓ સામે કોઇ નિર્ણય લેતા પૂર્વે પૂરાવા રજૂ કરવા પૂરતો સમય આપવો જોઇએ, તેવી માગણી આજ કા ટેક્સ જ્ઞાાન ફોરમના કન્વીનર મુકેશ શર્માએ જણાવ્યું છે.