વડોદરા : બ્રેક લાગે અને વીજ ઉત્પન્ન થાય તેવી વડોદરા-દાહોદ વચ્ચે મેમુ ટ્રેનનો આજથી પ્રારંભ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
વડોદરા : બ્રેક લાગે અને વીજ ઉત્પન્ન થાય તેવી વડોદરા-દાહોદ વચ્ચે મેમુ ટ્રેનનો આજથી પ્રારંભ 1 - image


- રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન અને સાંસદ રંજનબેન સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનની શરૂઆત

વડોદરા,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર

વડોદરા થી દાહોદ અને દાહોદ થી વડોદરા વચ્ચે અધ્યતન સુવિધા અને વીજ ઉત્પાદન કરતી મેમુ ટ્રેનનો પ્રારંભ રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અગ્રણીઓએ લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય કેયુર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા થી દાહોદ અને દાહોદ થી વડોદરા વચ્ચે દોડનારી આ મેમુ ટ્રેન અંગે માહિતી આપતા રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને સાંસદ રંજનબેન ભટ્ટએ જણાવ્યું હતું કે આ મેમુ ટ્રેનમાં રિજરેટિવ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે એટલે ટ્રેનમાં જ્યારે જ્યારે બ્રેક લાગશે ત્યારે વીજળી ઉત્પાદન થશે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન જેવી એર સ્પ્રિંગ ટેકનોલોજીનો આ ટ્રેનમાં ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે જ્યારે ટ્રેન હાઇ સ્પિડમાં પણ ચાલશે ત્યારે પણ મુસાફરોને થડકાનો અનુભવ નહી થાય.

મેમુના દરેક કોચમાં 8 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. એલઇડી ડિસપ્લે છે. આ ટ્રેન સવારે 9.30વાગ્યે  વડોદરાથી રવાના થશે અને બપોરે 1.25 કલાકે દાહોદ પહોંચશે. જ્યારે 27 સપ્ટેમ્બર બુધવારથી ટ્રેન નિયમિત રીતે વડોદરા સ્ટેશનથી સવારે 8.45 વાગ્યે ૨વાના થશે અને 12.45 વાગ્યે દાહોદ પહોંચશે. દાહોદથી સાંજે 3.50 વાગ્યે નીકળશે અને સાંજે 7.55 વાગ્યે વડોદરા પહોંચશે. ટ્રેન બન્ને તરફના છાયાપુરી, પિલોલ, સમલાયા, ચાંપાનેર રોડ, બાકરોલ, ડેરોલ, ખરસલિયા, ગોધરા જં.કાનસુડી, ચંચલાવ, સંતરોડ, પિપલોદ, લિમખેડા, મંગલ મહુડી, ઉસરા, જેકોટ રેંટિયા સ્ટેશન ઉપર રોકાશે.

 આ મેમુ ટ્રેનમા એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. દરેક કોચ બાયો ટોયલેટની સુવિધા પણ સુવિધા ધરાવતી ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ, લેડિઝ કોચ અને જનરલ કોચ પણ રહેશે.


Google NewsGoogle News