વડોદરામાં મકરપુરા-રેલવે પોલીસની ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
image : Freepik
વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર
વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે મકરપુરા તથા રેલવે પોલીસના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી સહિતના સ્ટાફના જવાનો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ડભોઇ રોડ પર આવેલા વલ્લભા ટેનામેન્ટ પોસથી મકરપુરા તથા વડોદરા રેલવે સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાના આરોપી ગોપાલલાલ સુખાજી કુમાવત (રહે. લાદુવાસ ભીલવાડા રાજસ્થાન, હાલ ડભોઇ રોડ)ને ઝડપી પાડ્યો હતો. આરોપી બંને ગુનામાં ઘણા સમયથી નાસતો ફરતો હતો જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને મકરપુરા તથા રેલવે પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.