વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ડે. ચીફ ફાયર ઓફિસરની ભરતી કરાશે
Image: Facebook
વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ ( ફાયર બ્રિગેડ) માટે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ખાલી જગ્યાએ યોગ્ય ઉમેદવારની ભરતી કરવાની છે આ અંગે આજથી આગામી તા. ૨૪ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ટપાલ થી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જગ્યાની ભરતી માટે યોગ્ય ઉમેદવાર મળ્યો નથી. આ જગ્યા બાબતે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ સહિત અન્ય માહિતી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી મળશે ઉમેદવારે નિયત કરાયેલી ફી તા. ૨૪ સુધીમાં ઓનલાઇન ભરવાની રહેશે. ફી ભર્યા વગર અરજીઓ આપોઆપ રદ ગણાશે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને જે તે જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ અંગે પાલિકા મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આખરી ગણાશે.