લગ્નના ડાન્સમાં માથા પર દારૃની બોટલ મૂકીને યુવકે ડાન્સ કર્યો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતા પોલીસે યુવકને ઝડપી પાડયો

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
લગ્નના ડાન્સમાં માથા પર દારૃની બોટલ મૂકીને યુવકે ડાન્સ કર્યો 1 - image

વડોદરા,કિશનવાડી વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડાન્સ કરતા સમયે એક યુવક માથા પર દારૃની બોટલ મૂકીને નાચતો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડયો છે.

આજે સોશિયલ મીડિયા  પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં લગ્ન પ્રસંગમાં કેટલાક યુવકો મ્યુઝીકની તાલે ઝૂમતા હતા. તે દરમિયાન એક યુવક માથા પર દારૃની અડધી બોટલ મૂકીને ડાન્સ કરતો હતો. થોડીવાર પછી અન્ય યુવક આવીને માથા પર મૂકેલી દારૃની બોટલ લઇને જતો રહે છે. પંરતુ, આ સમગ્ર ઘટનાનો કોઇએ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વારસિયા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૃ કરી દારૃની બોટલ માથા પર મૂકીને ઝૂમતા વિશાલ કહારને ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દારૃની બોટલ ક્યાંથી લાવ્યો ? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News