વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રામાં ડી.જે. કબજે : ચાર સામે ગુનો દાખલ

નિયત સમય મર્યાદા કરતા વધુ સમય સુધી જાહેરમાં ડી.જે. વગાડતા હતા

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
વિશ્વ હિન્દુ  પરિષદની શોભાયાત્રામાં ડી.જે. કબજે : ચાર સામે ગુનો દાખલ 1 - image

 વડોદરા,રામનવમીની શોભાયાત્રામાં નિયત સમય મર્યાદા કરતા વધુ સમય સુધી ડી.જે. વગાડવામાં આવતા રાવપુરા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી  ૮ લાખની સિસ્ટમ કબજે કરી છે.

રાવપુરા પોલીસ સ્ટેશનનો ગઇકાલે રાતે શોભાયાત્રાના બંદોબસ્તમાં હતો. તે દરમિયાન રાતે સાડા દશ વાગ્યે ન્યાયમંદિર પદ્માવતી શોપિંગ સેન્ટર પાસેથી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર અમૃત બારોટ મહોલ્લો સલાટવાડાના આયોજક સચિનભાઇ મોહનભાઇ  રાવળની આગેવાનીમાં શિવાજી ચોક કારેલીબાગથી એક શોભાયાત્રા નીકળી હતી. જેમાં ડી.જે. વાગતું હતું. બે ટ્રેક્ટરમાં ડી.જે.નો સેટ હતો. એક ટ્રેક્ટરની ટ્રોલીની પાછળ બહારના ભાગે વધારે પડતા સ્પીકરો નીકળેલા હતા. બે ટ્રેક્ટરના  ડ્રાઇવર અમિત ચુનાજીભાઇ વણજારા ( રહે. જીવા મામા નગર, કોતર તલાવડીપાસે, માંજલપુર) તથા વિજય મહેન્દ્રસિંહ ચૌહાણ ( રહે. આમ્રપાલી ડૂપ્લેક્સ, નોવિનો તરસાલી રોડ) પાસે ડી.જે. ની પરમિશન માંગતા પોતાની  પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. ડી.જે. સિસ્ટમના માલિક તથા ઓપરેટર મિતુલ પ્રકાશચંદ્ર સોની ( રહે.આનંદબાગ સોસાયટી, સુશેન તરસાલી રીંગ રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું. આયોજક સચિન મોહનભાઇ રાવળ પાસે ડી.જે. ની પરમિશન માંગતા તેમણે પરમિશન બતાવી હતી. પરંતુ,તે પરમિશન માત્ર દશ વાગ્યા સુધીની જ હતી. રાત્રિના દશ વાગ્યા પછી  પણ ડી.જે. વગાડતા હોવાથી પોલીસે  બે ડ્રાઇવર, આયોજક અને ડી.જે. ના માલિક સામે ગુનો દાખલ કરી કુલ ૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Google NewsGoogle News