બાંધકામના ક્ષેત્રે 3 હજાર કરોડના એમઓયુ કરવા ગુડામાં કવાયત શરૃ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
બાંધકામના ક્ષેત્રે 3 હજાર કરોડના એમઓયુ કરવા ગુડામાં કવાયત શરૃ 1 - image


સ્થાનિક તંત્રો પણ વાઇબ્રન્ટના રંગે રંગાયા

મહત્વાકાંક્ષી સ્પોર્ટ્સ કોમ્પલેક્સગુડાની ચાર રહેણાંક વસાહતો અને ખાનગી પેઢીઓની ૨૦થી વધુ સ્કીમનો સમાવેશ કરી દેવાશે

ગાંધીનગર :  રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ ગાંધીનગરમાં યોજાનારી પ્રિ વાઇબ્રન્ટ સમિટ તો સરકારે રદ કરી હતી. પરંતુ હવે સમિટ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારાબાંધકામના ક્ષેત્રે ૩ હજાર કરોડના એમઓયુ કરવા લક્ષ્યાંક લેવાયો છે. તેમાં તંત્રના મહત્વાકાંક્ષી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, ગુડાની ચાર રહેણાંક વસાહતો અને ખાનગી પેઢીઓની ૨૦ જેટલી સ્કીમનો સમાવેશ કરવા કવાયત શરૃ કરાઇ છે.

ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા ગાંધીનગરના શહેરી વિસ્તારમાં આકાર પામનારી પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા હાથ ધરાનારી બાંધકામ ક્ષેત્રની વાણિજ્ય કે રહેણાંક સહિતના હેતુઓની નવી સ્કીમોના સંબંધમાં એમઓયુ કરવા માટે કવાયત શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે એમઓયુની પ્રક્રિયામાં એવી સ્કીમોનો સમાવેશ કરવામાં આવી શકે છે, જેમાં ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા સતાવાર પરવાનગીઓ આપવામાં આવી હશે. આ ઉપરાંત ગુડા દ્વારા વિકસાવવામાં આવનારા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સરગાસણ, વાસણા હડમતિયા અને વાવોલમાં મળીને બાંધવામાં આવી રહેલી ગરીબ આવાસ યોજના અંતર્ગતની ચાર વસાહતોનો તેમાં સમાવેશ કરવામાં આવશે. નોંધવું રહેશે કે આ પાંચ યોજનાઓ તો પૂર્ણ થવાની જ છે. તેમાંથી રહેણાંક વસાહતોના કામ પણ શરૃ કરી દેવામાં આવ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે, કે ગુડા દ્વારા લેવામાં આવેલા લક્ષ્યાંક પ્રમાણે ૩ હજાર કરોડના એમઓયુ શક્ય બનશે કે નહીં. જોકે હાલની સ્થિતિએ ગાંધીનગરના શહેરી વિસ્તારમાં ચર્ચાનો વિષય બની હોય તેવી કોઇ મોટી સ્કીમ તો નથી. પરંતુ ખાનગી ક્ષેત્રની મળીને પણ ૨ હજાર કરોડ જેટલો ખર્ચ પહોંચી જાય તેવી સ્કીમો તો તેમાં ચોક્કસ સામેલ થઇ શકે છે. તેના કારણે ખાનગી ક્ષેત્રને પણ મોટું પ્લેટફોર્મ મળી રહેશે.

મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ.. એમઓયુ શબ્દ વાઇબ્રન્ટથી વધુ પ્રચલિત થયો

મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કે સમજુતી કરારનો શબ્દ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની શરૃઆત થવા સાથે વધુ પ્રચલિત બન્યો છે. જેમાં આગામી દિવસોમાં સાકાર થનારી યોજનાઓ સંબંધે વિગતવારનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમાં થનારા રોકાણ, ખર્ચ, મળનારી રોજગારી, ઉપયોગિતા સહિતની બાબતોને આવરી લઇને યોજનાને પાર પાડવા સંબંધમાં સરકાર સાથે કરાર મતલબ એમઓયુ કરીને યોજનાની જાહેરાત કરવામાં આવે છે. તેની સામે સરકાર દ્વારા માળખાકીય સુવિધાઓ સહિતની બાબતોમાં મદદ કરવા માટેની પ્રિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવે છે. એમઓયુ એ ઔપચારિત દસ્તાવેજમાં દશ૪ાવેલા બે અથવા વધુ પક્ષ વચ્ચેનો કરાર પણ છે. પરંતુ તે કાયદેસર બંધનકર્તા હોવાનું જરૃરી નથી. તેથી પક્ષકારોની ચ્છાનો સંકેત કહી શકાય છે.


Google NewsGoogle News