સયાજી હોસ્પિટલના કોલ્ડરૃમમાં ચાર પ્લાન્ટ બંધ થતા તંત્ર દોડતું થયું

રાજ્ય સરકારે તાત્કાલિક બે નવા પ્લાન્ટ શરૃ કરવા માટે મંજૂરી આપી

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
સયાજી હોસ્પિટલના કોલ્ડરૃમમાં ચાર પ્લાન્ટ બંધ થતા તંત્ર દોડતું થયું 1 - image

વડોદરા,સયાજી હોસ્પિટલના કોલ્ડ રૃમમાં શોર્ટ સર્કિટના કારણે પ્લાન્ટ બંધ થઇ જતા તંત્ર દોડતું થઇ  ગયું હતું. આજે બે પ્લાન્ટ ફરીથી કાર્યરત થઇ ગયા હતા. જ્યારે નવા બે પ્લાન્ટ તાત્કાલિક ખરીદવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે.

સયાજી હોસ્પિટલના કોલ્ડ રૃમમાં કુલ છ પ્લાન્ટ છે. દરેક પ્લાન્ટમાં છ બોક્સ મૃતદેહ મૂકવાના છે. જે  પૈકી બે પ્લાન્ટ ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ હતા. શોર્ટ સર્કિટના કારણે શનિવારે વધુ બે પ્લાન્ટ બંધ થઇ જતા તંત્ર દોડતું થઇ ગયું હતું. માત્ર બે જ પ્લાન્ટ ચાલુ હોવાના કારણે એક પર એક ડેડબોડી મૂકવાનો વારો આવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા રાજ્ય સરકાર પણ સતર્ક  થઇ હતી. રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે બે નવા પ્લાન્ટ ખરીદવા માટે મંજૂરી આપી છે. દરમિયાન શોર્ટ સર્કિટના કારણે બંધ પડેલા બે પૈકીનો એક પ્લાન્ટ આજે સાંજે ફરીથી કાર્યરત  થઇ ગયો હતો.


Google NewsGoogle News