વિદેશી દારૃ ભરેલી કારના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
પોલીસે વાઘોડિયા રોડ પર કારમાંથી વિદેશી દારૃની ૨૮૮ બોટલ કબજે કરી હતી
વડોદરા,વાઘોડિયા રોડ પરથી પકડાયેલા વિદેશી દારૃ ભરેલી કારના કેસમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી નાસતા ઃ ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસનો સ્ટાફ ગત તા.૨૩ - ૧૨ - ૨૦૨૨ ના રોજ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ નંદનવન કોમ્પલેક્સ સામે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કાર પાર્ક થયેલી છે. તેમાં વિદેશી દારૃનો જથ્થો છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરતા કારમાંથી વિદેશી દારૃની ૨૮૮ બોટલ કિંમત રૃપિયા ૨૮,૮૦૦ ની મળી આવી હતી. જે અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. તેની તપાસ વાડી પોલીસને સોંપવામાં આવી હતી. બે વર્ષથી નાસતા ફરતા આરોપી સાગર પ્રકાશભાઇ પ્રજાપતિ ( રહે. ઉકાજીના વાડિયામાં, વાઘોડિયા રોડને પીસીબી પોલીસે રણછોડ પાર્ક સોસાયટીના નાકા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ વલસાડમાં એક અને પાણીગેટમાં પાંચ ગુનાઓ દાખલ થયા છે.