સે- ૩માં ગટરના ગંદા પાણી ઉભરાતા રહીશો ત્રાહિમામ
વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બેક મારતા રોગચાળાનો ભય : સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગટરલાઇનો સમારકામના અભાવે બિસ્માર હાલતમાં મુકાઇ ગઇ છે.જેના પગલે અવાર-નવાર ગટર ચોકઅપ થઇ જવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વહેતું હોય છે. જેથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવતા રહીશોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-૩/એમાં આવેલા વસાહતી વિસ્તારમા
છેલ્લા ઘણા સમયથી ગટરો ચોકઅપ થવાની સમસ્યા શરૃ થઈ છે તથા આસપાસમાં આવેલા રહેણાંક
વિસ્તાર નજીકમાં આવેલી ચોકડીમાં ગટરમાં ગંદા પાણી ઉભરાઈ રહ્યું છે.તો બીજી તરફ
છેલ્લા ઘણા સમયથી ગટરો ચોકઅપ થઇ ગઇ છે.સતત દુર્ગંધયુક્ત પાણી માર્ગ ઉપર વહેતું
હોવાના કારણે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું છે.તો સ્થાનિક રહીશો અવરજવર
કરતા હોય છે.તેમને પણ દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે.આ અંગે તંત્રના
સંબંધિત અધિકારી તેમજ ઉચ્ચકક્ષાએ સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવા છતાં કોઇ ધ્યાન
આપવામાં આવ્યું નથી અને રહેણાક વિસ્તારમાં
મુખ્ય માર્ગ તેમજ અન્ય વિસ્તારમાં આવેલી ગટરો વારંવાર ઉભરાય છે.ઉપરાંત કાયમી
ફરીયાદનો નિરાકરણ લાવવા માંટે ઉગ્ર રજુઆત કરવામાં આવી છતાં કામગીરી કરવામાં આવતી
નથી.ત્યારે વસાહત વિસ્તાર નજીક ગટરો બેક મારી ગંદુ પાણી આવતા ખુબજ દુગધ મારે છે
અને વાતાવરણ દુષિત થાય છે. આથી પાણીજન્ય રોગચાળાનો વસાહતીઓ ભોગ બને તે પહેલાં આ
વિસ્તારમાં ચોકઅપ થયેલી ગટરોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાના કારણે દુર્ગંધયુક્ત પાણી વચ્ચે વસવાટ કરતા રહીશોની
હાલત કફોડી બની જવા પામી છે.ત્યારે હાલમાં ગટરના ગંદા પાણી સ્થાનિકો માટે આફત
બન્યા છે.