એકતરફી પ્રેમમાં તેજસે પત્ની અને પુત્રીની હત્યા કરી,ઉંદરનો ત્રાસ નહતો છતાં દવાની શીશી મળતાં ફસાયો
ખુદ શોભનાના ભાઇએ જ તેજસના અફેર વિશે જાણ કરી હતી
વડોદરાઃ ઉંદરનો ત્રાસ નહીં હોવા છતાં મકાનમાંથી ઉંદરની દવા મળતાં પોલીસને શંકા ઉપજી હતી અને તેજસ તેનો ખૂલાસો કરવામાં ફસાયો હતો.
શોભના અને તેની પુત્રી કાવ્યાના મોત નીપજતાં પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી હતી.બંનેના શરીરમાં ઝેરી દવા હોવાનું ખૂલતાં પોલીસ અને ફોરેન્સિકની ટીમો તેજસના મકાનમાં ફરી વળી હતી.
આ દરમિયાન ચોથે માળે તેજસ રહેતો હતો તેની ઉપરના દાદર પર કાટમાળમાંથી ઉંદર મારવાની દવા મળી આવી હતી.પોલીસે ઉંદરનો ત્રાસ છે કે કેમ તેની તપાસ કરતાં આ મકાનમાં ઉંદરનો ત્રાસ હતો જ નહીં તેવી માહિતી ખૂલી હતી.જેથી તેજસ પરનો શક વધુ મજબૂત બન્યો હતો.
હું મરી જઇશ નહિંતર તને પતાવી દઇશ
થોડા દિવસ પહેલાં તેજસ અને તેની પત્ની શોભના વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં શોભનાએ તેજસની માતા અને બહેન વિશે કોઇ ટિપ્પણી કરતાં તેજસે તેને મારી નાંખવાની ધમકી આપી હતી.તેણે એમ પણ કહ્યું હતું કે,નહિંતર હું કાંઇ કરી બેસીશ.
તેજસના અફેર વિશે ભાઇએ પણ શોભનાને ટકોર કરી હતી
લીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,તેજસ કોઇ યુવતીના ચક્કરમાં પડયો હોવાની જાણ તેના સાળાને પણ થઇ હતી.જેથી તેના સાળા શૈલેન્દ્રસિંહે બહેન શોભનાને તેજસના અફેરની વાત કરી હતી.આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.જેથી પોલીસ તેજસના કથિત પ્રેમપ્રકરણના મુદ્દે પણ તપાસ કરી રહી છે.જેમાં તેજસ એકતરફી પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે.
શોભના પતિ તેજસથી છ વર્ષ મોટી અને વધુ શિક્ષિત હતી
ડબલ મર્ડરનો આરોપી તેજસ પાંચ વર્ષથી ઘરજમાઇ તરીકે રહેતો હોવાથી તેની મનમાની ચાલતી નહતી.ઘરેલુ ઝઘડાની અનેક વાતો શોભનાએ સંસાર ના તૂટે તે માટે સાસરીયાને કરી નહતી.
બારમા ધોરણ સુધી અભ્યાસ કરનાર તેજસ પટેલના લગ્ન તેની જ્ઞાાતિના રિવાજ મુજબ થયા હતા.તેની પત્ની શોભના તેનાથી છ વર્ષ મોટી હતી.