Get The App

મોરબીમાં મુસાફરની નજર ચૂકવીને હાથફેરો કરતી રિક્ષા ગેંગ ઝડપાઇ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
મોરબીમાં મુસાફરની નજર ચૂકવીને હાથફેરો કરતી રિક્ષા ગેંગ ઝડપાઇ 1 - image


- રિક્ષા, રોકડ, દાગીના સહિત રૃા. 1.65 લાખનો મુદ્દામાલ કબજે

- રિક્ષાની નંબર પ્લેટ આડે ફૂલનો હાર, કપડું કે લાઇટ રાખી દેતા! એક શખ્સ વિરૃધ્ધ 4 અને બીજા સામે 13 ગુના નોંધાઇ ચૂક્યાનું ખુલ્યું

મોરબી : મોરબીના સરદાર રોડ પર વિજય ટોકીઝ પાસેથી એકાદ માસ પૂર્વે રિક્ષામાં મુસાફર બેસાડી નજર ચૂકવી થેલામાં રાખેલ ચાંદીના દાગીના ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને ચોરી થયેલ દાગીના, રિક્ષા સહીત ૧.૬૫ લાખનો મુદામાલ કબજે લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે 

ફરિયાદી જયસુખભાઈ બચુભાઈ લખતરીયા ગત તા.૨૧-૯ના રોજ રાજકોટ તરફથી આવતી સીએનજી રિક્ષામાં બેસી મોરબી સોની બજારમાં જતા હતા. ત્યારે બપોરના સુમારે સાથે બેસેલ ઇસમોએ નજર ચૂકવી થેલાની ચેન ખોલી ચાંદીના દાગીના વજન ૧ કિલો ૪૦ ગ્રામ કિંમત રૃા. ૯૩ હજારની ચોરી કરી નાસી ગયા હતા જે બનાવ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ મામલે એલસીબી ટીમે તપાસ ચલાવી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા રિક્ષામાં બેસેલ ઇસમ પૈકી એક ઇસમ અજાભાઇ ભીમાભાઇ સોલંકી હોવાનું જણાઈ આવ્યું હતું. બીજી તરફ  રિક્ષામાં ત્રણેક ઈસમો રાજકોટથી મોરબી આવતા હોવાની બાતમી મળતા ભક્તિનગર સર્કલ પાસે વોચમાં હતા, જ્યાં સીએનજી રીક્ષા જીજે ૧ ટીએચ ૩૫૬૪માં ત્રણ ઈસમો ચાંદીના દાગીના સાથે મળી આવતા પૂછપરછ કરતા ગુનાની કબુલાત આપી હતી.

જેથી આરોપી અજય ઉર્ફે અરજણ ઉર્ફે અજો ઉર્ફે બેરો ભીમાભાઇ સોલંકી (રહે રાજુલા), જોરૃભાઈ ઉર્ફે જોકર જશુભાઈ બારિયા અને રાકેશ ઉર્ફે રાવડી રમેશભાઈ સોરઠીયા (રહે બંને મહુવા) એમ ત્રણ આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ. ચાંદીના દાગીના કિંમત રૃા. ૯૩ હજાર, રોકડ રૃા. ૨૦૦૦, સીએનજી રીક્ષા કિંમત રૃા. ૭૦ હજાર અને મોબાઈલ કિંમત રૃા. ૫૦૦ સહિત કુલ રૃા. ૧,૬૫,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે.

આરોપીઓ રીક્ષાના નંબરના દેખાય તે માટે નંબર પ્લેટ પર ફૂલનો હાર અથવા લાઈટ ફીટ કરી અથવા કપડું બાંધી એકલ દોકલ પુરુષને રીક્ષામાં પાછળની સીટમાં વચ્ચે બેસાડી નજર ચૂકવી રોકડ અને દાગીના સેરવી લેતા હતા. ઝડપાયેલ આરોપી પૈકી અજય સોલંકી વિરુદ્ધ અમદાવાદ, ભાવનગર અને અમરેલી જીલ્લામાં ચોરી અને જુગારના ચાર ગુના નોંધાયેલા છે. તો આરોપી જોરૃ બારીયા વિરુદ્ધ ભાવનગર જિલ્લામાં પ્રોહીબીશન અને જ.પી.એક્ટ ૧૩૫ મુજબના ૧૩ ગુના નોંધાઈ ચુક્યા છે.



Google NewsGoogle News