Get The App

માંજલપુરમાં ભાજપના કોર્પોરેટરના ડાયરાના કાર્યક્રમમાં પોલીસ સ્ટેજ પર ચઢી ગઇ

પોલીસે સ્ટેજ પર જઇને હાજર જન મેદની તથા સંતો, મહંતોને વિનંતી કરી કે કાર્યક્રમ રદ્દ થયો છે

Updated: Oct 17th, 2022


Google NewsGoogle News
માંજલપુરમાં ભાજપના કોર્પોરેટરના ડાયરાના કાર્યક્રમમાં પોલીસ સ્ટેજ પર ચઢી ગઇ 1 - image

વડોદરા, માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે ઇવા મોલની સામે જાહેર માર્ગ પર માંજલપુરના ભાજપના  કોર્પોરેટરે ડાયરાનું આયોજન કર્યુ હતું.જેના કારણે ટ્રાફિક જામ થતા માંજલપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યક્રમ શરૃ થતા પહેલા જ બંધ કરાવી દીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે ભાજપના વોર્ડ - ૧૮ ના  કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડે લોક ડાયરાનું આયોજન કર્યુ હતું.જેની તૈયારીઓ સવારથી શરૃ કરી દેવામાં આવી હતી.અને એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.અને રાહદરીઓએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરવાનું શરૃ કર્યુ હતું.જેથી, માંજલપુર પોલીસને આ મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો.માંજલપુર પોલીસ સ્ટેશનના પી.આઇ.એ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચીને કોર્પોરેટર કલ્પેશ પટેલને મળી સૌપ્રથમ કાર્યક્રમની મંજૂરીનો લેટર માંગ્યો હતો.જોકે,તેમની પાસે મંજૂરીનો લેટર નહી હોવાથી પોલીસે કાર્યક્રમ બંધ કરી દેવાનું જણાવ્યું હતું.જેના પગલે શરૃઆતમાં ઘર્ષણ થયું હતું. પરંતુ, ત્યારબાદ સમજાવટના  પગલે કાર્યક્રમ તે સ્થળે  રદ્દ કરવામાં આવ્યો હતો.પોલીસે સ્ટેજ  પર  જઇને ત્યાં હાજર લોકોને માઇક પરથી  વિનંતી કરી કાર્યક્રમ રદ્દ થયો હોવાનું જણાવ્યું હતું.અને લોકોને જતા રહેવા માટે વિનંતી કરી હતી.જેના પગલે જન મેદની વિખેરાઇ ગઇ હતી. માંજલપુર પી.આઇ.એ જણાવ્યું હતું કે,કલ્પેશ  પટેલે મંજૂરી માંગી હતી. પરંતુ,તેણે કાર્યક્રમ માટે મંજૂરી મેળવી નહતી.

ક્યારે પરમિશન માંગી તેની પી. આઈ.ને ખબર નથી..

 વડોદરા,માંજલપુર પી.આઇ.વિજય દેસાઇએ જણાવ્યંું  હતું કે,કોર્પોરેટર કલ્પેશ  પટેલે લોક ડાયરા અંગે ક્યારે પરમિશન માંગી હતી.તેની મને જાણકારી નથી. પરંતુ,તેને પરમિશન  મળી  નથી .તેની માહિતી અમે કલ્પેશ પટેલને બપોરે જ કરી દીધી  હતી.તેમ છતાંય તેણે ત્યાં કાર્યક્રમની તૈયારી કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે,માંજલપુર પોલીસે છેલ્લી ઘડીએ કલ્પેશ પટેલને જાણ કરતા અન્યત્ર વ્યવસ્થા કરવામાં મોડું થયું હતું.

રિપોર્ટ  માટે ક્યારે અરજી  આવી, તેનીય પી. આઈને જાણ નથી..

વડોદરા,જાહેર કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવે છે.ત્યારે આયોજક દ્વારા તેની પરમિશન પોલીસ પાસે મેળવવાની હોય છે.અને તે પરમિશન માટે પોલીસ કમિશનર કચેરીમાં સ્પેશ્યલ બ્રાંચમાં અરજી કરવામાં આવે છે.ત્યારબાદ આ અરજી જે-તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાય છે.સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા કાર્યક્રમ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને પરત સ્પેશ્યલ બ્રાંચની  કચેરીમાં મોકલી આપવામાં આવે છે.અને એ.સી.પી.દ્વારા પરમિશન આપવી કે નહી ? તે નક્કી કરવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે,સ્થાનિક પી.આઇ.ને એ વાતનો પણ ખ્યાલ નથી કે,તેમના પોલીસ સ્ટેશનમાં ે રિપોર્ટ  માટે ક્યારે અરજી આવી ?


Google NewsGoogle News