કપડવંજમાં મહિલાઓના નામે લોન લઈ વિશ્વાસઘાત કરનાર શખ્સ ઝડપાયો

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
કપડવંજમાં મહિલાઓના નામે લોન લઈ વિશ્વાસઘાત કરનાર શખ્સ ઝડપાયો 1 - image


જમાલપુર છાપરામાં રહી લોનનું કામ કરનારની અટકાયત

છ મહિલાઓના નામે રૂા. ૫.૫૨ લાખની લોન લઈ બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી ફરાર થઈ ગયો

કપડવંજ: કપડવંજમાં વિશ્વાસમાં લઈ છ મહિલાઓના નામે રૂા. ૫.૫૨ લાખની લોન મેળવી બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.

કપડવંજ ખાતે જમાલપુર છાપરા વિસ્તારમાં રહેતા ઈરફાન (ભૂરો) રસીદ મનસુરી લોનનું કામ કરતો હોવાથી ઘરે મીટિંગો રાખતો હતો. આ જ વિસ્તારમાં રહેતા કોકીલાબેન પોપટભાઈ પરમાર સહિત અન્ય લોકોએ લોન મેળવેલી જે લોન પૂર્ણ થઈ ગઈ હતી. આમ ઈરફાને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. બાદમાં કોકીલાબેન તથા અન્ય લોકોને 'પોતાને લોન મળી શકતી નથી, જેથી તમારા નામે લોન લઈને સમયસર હપ્તા ભરવાનો ઈરફાને વિશ્વાસ ઉભો કર્યો હતો. બાદમાં અલગ-અલગ ફાઈનાન્સ બેંકમાંથી છ મહિલાઓના નામે કુલ રૂ.૫,૫૨, ૦૦૦ની રકમની લોનો મેળવી પાછળથી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. 

બાદમાં તમામ મહિલાઓએ અલગ-અલગ રૂા. પ૦ના સ્ટેમ્પ ઉપર કપડવંજ મામલતદાર કચેરીના એક્ઝક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ મહિલાઓના નામે લીધેલી લોનના હપ્તા અંગેની વિગતવાળું સોગંદનામું કર્યું હતું. બાદમાં પણ ઈરફાને લોનના હપ્તા નહીં ભરતા તેમને રૂબરૂ મળવા જતા તેઓ નહીં મળતા આખરે ઈરફાન વિરૂધ્ધ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારે ફરાર થઈ ગયેલા ઈરફાન ઉર્ફે ભુરાને પોલીસે ઝડપી પાડયો હતો.


Google NewsGoogle News