કલોલના પલિયડ ગામે યુવકે ચપ્પુ મારી મહિલાની હત્યા કરતા ચકચાર
યુવકે સાથે આવવા કહેતાં મહિલાએ ઇન્કાર કરતાં મોત મળ્યું ઃ હત્યારો ભાગી છૂટયો
કલોલ : કલોલ તાલુકાના ગામે રહેતી મહિલાની ચાકુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી યુવકે મહિલાને સાથે આવવાનું કહ્યું હતું પણ મહિલાએ ના પાડતા ઉસ્કેરાઈ ગયેલા યુવકે મહિલાની છાતીમાં ચાકુ મારી દીધું હતું જેના પગલે તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.
કલોલ તાલુકાના પલિયડ ગામે રહેતી જ્યોત્સનાબેન શકરાભાઈ રાવળ
ની હત્યા નો બનાવ બન્યો છે પલીયડ ગામે રહેતી જ્યોત્સનાબેન શકરાભાઈ રાવળ તેના ભાઈ
સાથે રહે છે અને તેને બે પુત્રો છે તેના અગાઉ છૂટાછેડા થઈ ગયેલા છે અને તેના
પતિનું મરણ થઈ ગયેલું છે ત્યારે તેના સંબંધની મહેસાણા જિલ્લાના કાંસા રામપુરા ગામે
રહેતા જીતુભાઈ જશુભાઈ રાવળ સાથે વાતચીત ચાલી રહી હતી તાજેતરમાં તે જીતુભાઈ રાવળ ના
ઘરે રોકાવા ગઈ હતી અને ત્યાંથી તે પંદર દિવસ અગાઉ જ પલિયડ આવી હતી અને ગતરોજ
જીતુભાઈ રાવળ તેના ઘરે આવ્યા હતા અને
ત્યાં રોકાયા હતા સવારે તેઓ ત્યાંથી નીકળ્યા હતા ત્યારબાદ ફરીથી તેઓ ૧૧ વાગે
જ્યોત્સનાબેન ના ઘરે ગયા હતા અને તેણે સાથે આવવા માટે કહ્યું હતું પણ જ્યોત્સના
બેન એ સાથે આવવાની ના પાડી દીધી હતી જેના પગલે જીતુ રાવળ ઉસકેરાઈ ગયો હતો અને તેણે
પોતાની પાસે રહેલ છરી વડે મહિલાની છાતીમાં હુમલો કરી દીધો હતો છાતી છરીમાં ઘુસાડી
દેતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને આસપાસમાં લોકો એકત્ર થઈ ગયા હતા છરી
મારીને જીતુ રાવળ ફરાર થઈ ગયો હતો ઘાયલ મહિલાને સારવાર માટે ૧૦૮ મારફતે ગાંધીનગર
સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ
હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવની જાણ પોલીસ ને કરવામાં આવતા પોલીસ
દોડી આવી હતી પોલીસે જ્યોત્સનાબેન ના ભાઈ ભરતભાઈ રાવળ ની ફરિયાદના આધારે હત્યા
કરનાર જીતુ રાવળ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં
આવ્યા છે.