કલોલમાં બાઇક ઉપર આવેલા શખ્સો વૃદ્ધની વીંટી કાઢી ફરાર
વૃદ્ધને કેમ છો કઈ ઉભા રાખીને તેમની આંગળીમાં પહેરેલ વીંટી કાઢીને ભાગ્યાં
કલોલ : કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં નર નારાયણ સોસાયટી આગળથી પસાર થઈ રહેલા એક વૃદ્ધને બાઈક ચાલક યુવકોએ રોક્યા હતા અને કેમ છો કહીને તેમને ઉભા રાખ્યા હતા ત્યારબાદ તેમને આંગળીમાં પહેરેલ સોનાની વીંટી કાઢીને બાઈક ઉપર આવેલા અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા બનાવ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં
આવેલા જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ રણછોડભાઈ પરમાર સવારના ૧૧ વાગે ઘરેથી બજારમાં ગોળ લેવા માટે નીકળ્યા હતા
અને તેઓ તેમની સોસાયટી થી આગળ આવેલ નર નારાયણ સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા
ત્યારે બાઈક ઉપર આવેલા અજાણા ઈસમે તેમને ઉભા રાખ્યા હતા અને કહેલ કે કાકા કેમ છો
તેમ કહેતા તેઓ મજામાં છું તેમ કહીને ઉભા રહ્યા હતા તે દરમિયાન બાઇક ઉપર આવેલા ઈસમે
તેમના જમણા હાથની આંગળીમાં પહેરેલ અડધા તુલાની
સોનાની વીંટી કાઢીને ફરાર થઈ ગયા હતા. પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને બાઈક
સવારો પલાયન થઈ જતા તેઓએ બુમાં બૂમ કરી
હતી પણ બાઈક સવારો ભાગી છૂટયા હતા બનાવ અંગે તેઓએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.