ગોત્રી ઇલાઇટ બિલ્ડિંગમાં પ્લમ્બિંગનું કામ કરતા નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત

ગયા અઠવાડિયે જ વતનથી કામ કરવા માટે વડોદરા આવ્યો હતો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ગોત્રી ઇલાઇટ બિલ્ડિંગમાં  પ્લમ્બિંગનું કામ કરતા નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત 1 - image

વડોદરા,પ્લમ્બિંગનું કામ કરતા ચોથા માળેથી નીચે પટકાયેલા શ્રમજીવીને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું. જે અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના મોરવા  હડફ નજીક બામણ ગામે રહેતો ૧૯ વર્ષનો રાકેશ જશવંતભાઇ ડામોર ગઇકાલે બપોરે ગોત્રી હનુમાનજીના મંદિર પાસે ઇલાઇટ બિલ્ડિંગમાં ચોથા માળે કામ કરતો  હતો. તે દરમિયાન ઉપરથી નીચે પટકાતા પેટ, હાથ અને ખભા પર ગંભીર ઇજા થતા તેને સારવાર માટે પ્રથમ ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.  પરંતુ, તેની હાલત વધુ બગડતા તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નિપજ્યું હતું. જે અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, ગયા બુધવારે જ રાકેશ વતનથી વડોદરા રહેતા પિતાની ત્યાં આવ્યો હતો. અટલાદરા વિસ્તારમાં રહેતા પિતાની સાથે તે છેલ્લા બે દિવસથી પ્લમ્બિંગનું કામ કરવા માટે ઇલાઇટ બિલ્ડિંગમાં આવ્યો હતો. તે દરમિયાન ઉપરથી નીચે પટકાતા તેનું મોત થયું હતું.


Google NewsGoogle News