રાવપુરા પોલીસ સ્ટેશનની સામે નશેબાજે તાયફો કર્યો

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો : પોલીસ અજાણ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
રાવપુરા પોલીસ સ્ટેશનની સામે નશેબાજે તાયફો કર્યો 1 - image

વડોદરા,રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આજે બપોરે એક નશેબાજ આવી ચઢ્યો હતો. જાહેર માર્ગ પર જ તેમે મૂંછો  પર વળ ચઢાવી ગીતો ગાયા  હતા. જે વીડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

શહેરમાં નશાબંધીના ધજાગરા ઉડાડતો એક કિસ્સો સામે આવ્યો છે. આજે બપોરે એક વાગ્યે શહેરના મધ્યમાં આવેલા  રાવપુરા પોલીસ સ્ટેશનની બહાર જાહેર રોડ પર એક શખ્સ  નશામાં આવી ચઢ્યો હતો. પોલીસ સ્ટેશનની બહાર જ તેણે નશામાં ગીતો ગાવાનું શરૃ કર્યુ હતું. મૂંછો પર વળ દેતો આ શખ્સ લોકોનું ધ્યાન ખેંચતો હતો. પોતાની મસ્તીમાં તેણે ગીતો ગાવાનું શરૃ કરતા લોકો ટોળે વળ્યા હતા. આ શખ્સે  દારૃનો નશો કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે, વાહન વ્યવહારથી ધમધમતા રાવપુરા  પોલીસ સ્ટેશનની સામે જ  આ કિસ્સો બન્યો હોવાછતાંય પી.આઇ. મોડી સાંજ સુધી બનાવથી અજાણ હતા. અને આશ્ચર્યની વાત તો એ છે કે, રાવપુરા પોલીસ સ્ટેશનના એકપણ જવાનને આ ઘટનાની જાણ ના થઇ.


Google NewsGoogle News