કલોલમાં પોલીસના પાંચ દરોડામાં જુગાર રમતા ૨૬ શખ્સો ઝડપાયા
પોલીસે પાંચેય સ્થળ ઉપરથી શકુનીઓની અટક કરીને રોકડ સહિતનો
મુદ્દામાલ કબજે લીધો
કલોલ : કલોલ અને તાલુકાના ગામડાઓમાં ચાલતા જુગાર ઉપર પોલીસે સપાટો બોલાવ્યો હતો અને જુગાર રમતા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલીને તેમની પાસેથી રોકડ રકમ વગેરે જપ્ત કરીને તેમની સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર પોલીસ દ્વારા જુગાર ઉપર સપાટો
બોલાવવામાં આવ્યો હતો કલોલ શહેર પોલીસે પૂર્વ વિસ્તારમાં કુલદીપ હોસ્પિટલ પાસે
ચાલતા જુગાર ઉપર દરોડો પાડયો હતો અને અહીં જુગાર રમતા વિશાલ જયંતીજી ઠાકોર તથા
સુરેશજી મનુજી ઠાકોર અને અજય ડાયાભાઈ વાઘેલા તથા મનોજ કાનાજી ઠાકોર તથા રોહિતકુમાર
હરિ નારાયણ પટેલ અને અજમલજી નેનાજી ઠાકોર તથા મેલાજી પસાજી ઠાકોર તથા રવિ રમેશભાઈ
ચૌહાણ અને પ્રિયકાન્ત કનુભાઈ ગોહિલ તથા મનુજી ફકીરજી ઠાકોર ને ઝડપી દીધા હતા
પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૪,૧૦૦ જપ્ત
કરીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જ્યોતેશ્વર મહાદેવ પાસે દરોડો પાડયો હતો અને જુગાર રમતા મુસ્તુફા ઈમામભાઇ
કાજી તથા બકુલજી કાળાજી ઠાકોર અને મોહસીન યુસુફ ખાન પઠાણ તથા મયુદ્દીન અકબરભાઈ શેખ
ને ઝડપી પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા
૮૦૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે તેમજ રકનપુર ગામે ચાલતા જુગાર ઉપર પોલીસે
દરોડો પાડી જુગાર રમતા અનિરુદ્ધસિંહ હરેન્દ્રસિંહ રાઠોડ તથા રાજેશભાઈ ભીખાભાઈ પટેલ
અને મુકેશકુમાર દેવેન્દ્ર શાહ અને હરેશભાઈ અમરતભાઈ ભંગી તથા કુંદન જગન્નાથ શાહ અને
મહેશભાઈ કચરાભાઈ પરમાર તથા ચમનજી પ્રતાપજી વાઘેલા ને ઝડપી લીધા હતા પોલીસે તેમની
પાસેથી જુગાર રમવાના પાના પત્તા અને રોકડા રૃપિયા ૧૭,૯૪ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે તેમજ નારદીપુર ગામે ચાલતા
જુગાર ઉપર પોલીસે. દરોડો પાળ્યો હતો અને જુગાર રમતા બળદેવભાઈ બબાભાઈ પ્રજાપતિ તથા
પ્રકાશભાઈ પ્રતાપજી ઠાકોર અને વિક્રમજી અમાજી ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા
પોલીસે તેમની પાસેથી રોકડા રૃપિયા ૧૧,૭૦૦ જપ્ત
કરીને કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ નારદીપુર ગામે અન્ય એક દરોડામાં પોલીસે
૧૯૨૦ સાથે જુગાર રમતા જીતેન્દ્ર ભરતભાઈ રાવળ તથા સાહિલ દીપકભાઈ રાવળ ને ઝડપી લીધા
હતા અને ફરાર થઈ ગયેલ સુનિલ સનાભાઇ રાવળ સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા
કાર્યવાહી હાથ ધરી છે.