Get The App

દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં ૩ ફરિયાદોમાં ૩૩ સામે ગુનો દાખલ

ડીડીઓના ૧૪, એસડીએમના અને કલેકટર કચેરીના ત્રણ-ત્રણ મળી ૧૯ બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ

દાહોદના ૮ સહિત ૧૩ સામે પોલિસ ફરિયાદ થઇ

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
દાહોદમાં નકલી બિન ખેતી પ્રકરણમાં ૩ ફરિયાદોમાં ૩૩ સામે ગુનો દાખલ 1 - image

દાહોદ,દાહોદમાં બોગસ બિન ખેતી પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા જુદા જુદા રેવન્યૂ સર્વે નંબરોમાં બોગસ હુકમોના આધારે પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારને આર્થિક નુકસાન કરી છેતરપિંડી કરવાના બનાવમાં ત્રણ ફરિયાદોમાં સાત મહિલાઓ સહીત ૩૩ સામે નામજોગ ગુનો દાખલ થયો છે. વિવિધ સર્વે નંબરોમાં ડીડીઓ કચેરીના ૧૪, એસડીએમ કચેરીના ૩ તેમજ કલેકટર કચેરીના ત્રણ મળી કુલ ૧૯ બોગસ હુકમોના આધારે જમીન કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.

દાહોદના મન્નાન તાહેરભાઇ જીનીયા, નલવાયા રતનસિંહ લુણાજી, મોઢિયા મીઠાલાલ માણેકલાલ, સૈફુદ્દીન નોમાન જીરુવાલા, નિકેશ ગંભીરસિંહ બળદવાળા, સુલેમાન બેલીમ જામદરખા, નજમુદ્દીન અબ્દેઅલી ગાંગરડીવાલા, કાળીયાની વિધવા દુખલી રળીયાદીના માવી દિનેશ દિતિયા, નસીરપુરના કતીજા હમલા કરસના, મંડાવાવ ગામના નલવાયા રાયસીંગ કુંવરા, ખરોડ ગામના મોતિયા સુરપાલ નીનામા તથા રામપુરા ગામના બદલી માતરા મુણીયા વગેરેએ તારીખ ૧૩-૭-૨૦૦૯ થી તારીખ ૨૯-૧૨-૨૦૧૮ ના સમયગાળા દરમિયાન દેલસરની રેવન્યૂ સર્વે નંબર ૩૫/૧/૫ પૈકી ૩,  દાહોદની સીટી સર્વે નંબર ૧૬૧૩/૧, દાહોદના રેવન્યૂ સર્વે નંબર ૫૭૪, દેલસરના રેવન્યૂ સર્વે નંબર ૫૦/૧, દાહોદના રેવન્યૂ સર્વે નંબર (૧૩/૨) (૩૧/૧૦), કતવારાના રેવન્યૂ નંબર ૧૦૦, બોરવાનીના રેવન્યૂ સર્વે નંબર ૧૪૨, દાહોદના રેવન્યૂ સર્વે નંબર ૪૪૯ પૈકી/૧ તેમજ રેવન્યૂ સર્વે નંબર ૪૫૦/૧, નસીરપુરના રેવન્યૂ સર્વે નંબર ૪૮/૨, મંડાવની રેવન્યૂ સર્વે નંબર ૨૫૧, ખરોડના રેવન્યૂ સર્વે નંબર ૩૦૧/૩૦૬, રામપુરાના રેવન્યૂ સર્વે નંબર ૨૦, દાહોદના રેવન્યૂ સર્વે ૯૭/૨ પૈકી ૮૩ વાળી જમીનોમાં બોગસ બિન ખેતી તેમજ ૩૭એએ ના બનાવટી હુકમો તૈયાર કરી તેને સાચા તરીકે વિવિધ કચેરીઓમાં ઉપયોગકર્યા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં દાહોદના આઠ સહીત કુલ ૧૩ સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

સોસાયટીના સભ્ય તરીકે મહિલાનું નામ દાખલ કરવા બનાવટી હુકમ

દાહોદની લેન્ડ માર્ક હાઇરાઇઝ બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેના ડેવલોપર તરીકે આ બિલ્ડીંગમાં કામ કરનાર શૈશવ પરીખ બોગસ બિન ખેતી પ્રકરણમાં જેલવાસો ભોગવી રહ્યા છે. જેમાં એક મહિલા સહિત ત્રણ સામે ફોજદારી ગુનો દાખલ થયો છે. આ જમીન સીટી સરવ્ ૧૬૦૧/૧, ૧૬૦૧/૧અ/૬  વાળી જમીનમાં શહેરના ગોધરા રોડ ભાગોદય સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત કેશવલાલ શાહ, શ્રીકાંત શાહ તેમજ દીનાબેન શ્રીકાંત શાહે પોતાના મળતિયાઓ સાથે તારીખ ૨૦-૫-૨૦૧૭ થી તારીખ ૧૪-૭-૨૦૨૨ના સમયગાળા દરમિયાન પ્રાંત અધિકારીનો બોગસ હુકમ ઉભો કર્યો હતો. જેના આધારે સર્વે નંબર ૧૬૦૧/અ/૬ માં ૭૮૩.૭૫ ક્ષેત્રફળ પૈકી ૧૨૯.૩૭૫૦ ચોરસ મીટર જમીનમાં ભાગ્યોદય કો. ઓપરેટીવ સોસાયટી- દાહોદના સભ્ય બીનાબેન શાહનું નામ દાખલ કરવા ખોટો બનાવટી હુકમ બનાવ્યો હતો. જેનો સીટી  સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી દઇ મિલકત બારોબાર વેચાણ કરી દેતા આ ત્રણેય સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એકજ પરિવારના ત્રણ સભ્યો દવારા ૨.૮૬ કરોડના પ્રીમિયમની ચોરી

દાહોદ કસ્વાની જુની ચંદન તલાવડીની આગળના ભાગે આવેલા રેવન્યૂ સર્વને ૭૨૪ સીટી સર્વે નંબર ૧૬૧૮ માં મોટા ઘાંચીવાડા વિસ્તારના કૈયા યુસુફ મોહમ્મદ સફી, કૈયા ઇબ્રાહીમ મોહમ્મદ સફી તેમજ કૈયા સુલેમાન મોહમ્મદ સફીએ અન્ય મળતિયાઓ સાથે ભેગા મળી તારીખ ૧૩-૦૫-૨૦૧૫ થી તારીખ ૪-૧૨-૨૦૨૦ના સમયગાળા દરમિયાન ૩૨૯૩ ક્ષેત્રફળ વાળી જમીનમાં નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીના ૧૫-૫-૫૨૦૧૬નો બોગસ હુકમ બનાવ્યો હતો. જેનો સીટી સર્વે કચેરીમાં ઉપયોગ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું હતું.

 જેના આધારે રૃા.૨,૮૬,૪૫૦ની સરકારના પ્રિમિયમની ચોરી કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવતા પોલીસે આ ત્રણેય ઇસમો સામ ે ફોજદારી ગુનો દાખલ કર્યા બાદ ધરપકડ કરી હતી.

દાહોદની સાત મહિલા સહિત ૧૪ ઇસમો દ્વારા ઠગાઇ કરતા ગુનો દાખલ

દાહોદમાં બિનખેતીના ખોટા હુકમો બનાવી દાહોદ કલેકટર કચેરીમાં તેનો ઉપયોગ કરતા દાહોદની સાત મહિલા સહિત કુલ ૧૪ વિરૃધ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. દાહોદના કૃષ્ણકાંત દુર્લભદાસ ગાંધી, નૂરજહાં અસલમ પટેલ, ભારતીબેન કૃષ્ણકાંત ગાંધી, રાજેશકુમાર કૃષ્ણકાંત ગાંધી, બિલાલ વલીભાઇ પટેલ, સઇદ વલીભાઇ પટેલ, ફિરોજ વલીભાઇ પટેલ, રુકસાના વલીભાઇ પટેલ, નુરજહાં વલીભાઇ પટેલ, ફાતેમા સલીમ પટેલ, તૌફીક સલીમ પટેલ, હિના સલીમ પટેલ, નરગીસ સલીમ પટેલ તથા જાદરખા રાજબખા બેલીમ એમ કુલ ૧૪ જણાએ તારીખ ૧૯-૧૧-૧૯૭૪ થી તારીખ ૩-૪-૨૦૧૮ના સમયગાળા દરમિયાન પોતાના મળતિયા સાથે ભેગા મળી ષડયંત્ર રચ્યું હતું. રેવન્યૂ સર્વે નંબર ૭૬૯/૩/૧ તેમજ ૭૬૯/૩/૨ તેમજ ૭૯૭/૧ તથા રેવન્યૂ સર્વે નંબર ૫૫૪ પૈકી ૧ ૫૫૪ પૈકી ૨ તેમજ ૫૫૪/૩ વાળી જમીનમાં બિન ખેતીના ખોટા હુકમો તૈયાર કર્યા હતા, અને સરકારી કચેરીમા પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રિમીયમની ચોરી કરી હતી. દાહોદ કલેકટર કચેરીમાં ફરજ બજાવતા આર.એચ. શેખે દાહોદ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દાહોદની સાત મહિલા સહિત કુલ ૧૪ જણા વિરૃધ્ધ ઠગાઇ તથા વિશ્વાસઘાતનો ગુનો નોંધી તમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News