Get The App

બરાનપુરામાં વ્યંઢળની છરી બતાવી ધમકી, કોઇ આગળ આવ્યા તો જાનથી મારી નાંખીશ

એક વ્યંઢળના પર્સમાંથી દારૃના બે ક્વાર્ટર મળતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
બરાનપુરામાં વ્યંઢળની  છરી બતાવી ધમકી, કોઇ આગળ આવ્યા તો જાનથી મારી નાંખીશ 1 - image

વડોદરા,બરાનપુરામાં ગઇકાલે બપોરે વ્યંઢળોના બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં વાડી  પોલીસે  આઠ વ્યંઢળો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. તેમજ એક વ્યંઢળના પર્સમાંથી દારૃની બે ક્વાર્ટર મળી આવતા  પોલીસે પ્રોહિબીશનનો ગુનો અલગથી દાખલ કર્યો છે.

 બરાનપુરા હીજડા ગલીમાં રહેતા  હીનાકુંવર ગાયત્રીકુંવરે વાડી  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગઇકાલે હું તથા મારા દાદાકુંવર જ્યોત્સનાકુંવર ઘરે હતા. બપોરે ત્રણ વાગ્યે અમારા સમાજમાંથી બાકાત કરેલ વ્યંઢળો પૈકી (૧) વૈભાલીકુંવર ઉર્ફેે ઢોલો કુસુમકુંવર (૨) કાજલકુંવર વૈભાલીકુંવર ( બંને રહે. જરોદ ગામ તા.વાઘોડિયા) (૩) જોયાકુંવર બેબોકુંવર ઉર્ફે જોયા ખાન ( રહે. મહેબૂબપુરા, નવાપુરા) (૪) અર્ચનાકુંવર બિંદુકુંવર ( રહે. નહેરુ ચાચા નગર, આજવારોડ) (૫) પલ્લવીકુંવર ઉર્ફે પવન ( રહે. કિશનવાડી) (૬) વૈશાલીકુંવર જોયાકુંવર ( રહે. નવાપુરા) (૭)  પાયલકુંવર બેબોકુંવર ( રહે. માંજલપુર) તથા (૮) કિર્તીકુંવર બિંદુકુંવર ( રહે. કલ્યાણ નગર) ત્રણ રિક્ષામાં બેસીને આવ્યા હતા. તેઓએ મારા ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી બૂમાબૂમ કરતા અમારા આજુબાજુ રહેતા ૨૦ થી ૨૫ માસીઓનું ટોળું ભેગું  થઇ ગયું હતું. યજમાન વૃત્તિના નિયમો બાબતે તકરાર થતા બંને પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. દરમિયાન વૈભાલીકુંવરે કમરના ભાગેથી છરી કાઢી ધમકી આપી  હતી  કે, કોઇએ નજીક આવવું નહીં. નહીંતર હું જાનથી મારી નાંખીશ.તે મારા તરફ આગળ વધતા  પોલીસ  કર્મચારી રમેશભાઇએ તેને પકડવાનો પ્રયાસ કરતા  હાથમાં ઇજા થઇ હતી.  દરમિયાન વધુ  પોલીસ આવતા તમામ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. સ્થળ પરથી મળી આવેલા  પર્સમાંથી દારૃના બે ક્વાર્ટર મળતા  પોલીસે પ્રોહિબિશનનો અલગથી   ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News