Get The App

દિવાળીપુરાના આરઝુ બંગ્લોઝમાં પાંચ બુકાનીધારી ચોરોનો તરખાટ ત્રણ મકાનોમાં ચોરી કરી પાંચ મકાનોના તાળા તોડ્યા

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
દિવાળીપુરાના આરઝુ બંગ્લોઝમાં પાંચ બુકાનીધારી ચોરોનો તરખાટ ત્રણ મકાનોમાં ચોરી કરી પાંચ મકાનોના તાળા તોડ્યા 1 - image


Image Source: Freepik

એક ઘરમાંથી ચોરો તેલના ત્રણ ડબ્બા અને અન્ય ઘરોમાંથી સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા

વડોદરા, તા. 8 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

વડોદરા નજીક આવેલા દિવાળીપુરા ગામની સીમમાં આરઝુ બંગલોઝ નામની સોસાયટીમાં પાંચ બુકાનીધારી ચોરોએ તરખાટ બચાવ્યો હતો ત્રણ ઘરોમાં ચોરી કરી અને પાંચ મકાનોના લોક તોડી ચોરીનો પ્રયાસ કરતા રહીશોમાં ગભરાટ ફેલાયો છે

આ અંગેની વિગત એવી છે કે આરઝુ બંગ્લોઝમાં રહેતા ઐયુબશા દિવાનના મકાનના પાછળના ભાગે રસોડાની બારીઓ ડિસમિસ વડે ખોલી ઘરમાંથી તેલના ત્રણ ડબ્બા તેમજ તેમના ભાઈ ઉસ્માનશાના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને આમીન બાબુભાઈ શેખના ઘરનું પણ લોક તોડી અંદરથી દાગીના બુકાનીધારી ચોરોએ ચોરી કર્યા હતા આ ચોરોએ અન્ય પાંચ મકાનોના લોક પણ તોડી હાહાકાર મચાવ્યો હતો સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા બુકાનીધારી ચોરો સ્પષ્ટ દેખાયા હતા જે અંગે અયુબશાએ વરણામા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ.3.49=લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે


Google NewsGoogle News