પરિણીતાને બીભત્સ ઇશારા કરી ધમકી આપનાર પાસામાં

છૂટાછેડા પછી મહિલાનો પીછો કરી બીભત્સ ઇશારા કરતો હતો

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
પરિણીતાને બીભત્સ ઇશારા કરી ધમકી આપનાર પાસામાં 1 - image

વડોદરા,છૂટાછેડા પછી પિયરમાં રહેતી  પરિણીતાને બીભત્સ ઇશારા કરી  હેરાન કરતા શખ્સની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. 

માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલા છૂટાછેડા થયા પછી હું પિયરમાં રહેતી હતી. તેની  દીકરીની સ્કૂલ વાન સોસાયટીના રસ્તા પર આવતી હોવાથીં તેને રોડ સુધી મૂકવા માટે ગઇ હતી. ત્યાંથી તે પરત આવતી હતી. તે સમયે પ્રતાપ મોહનભાઇ સોલંકી તેને બીભત્સ ઇશારા કરીને બોલવતો હતો. પરંતુ, તેને નજર અંદાજ કરીને મહિલા આગળ ચાલવા લાગી હતી.તેણે ફરીથી મહિલાને બીભત્સ ઇશારા કરી અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.  તેણે ધમકી આપી હતી  કે, તું મને નજર અંદાજ  કેમ કરે છે ? તું મને નજર અંદાજ કરીશ તો જાનથી મારી નાંખીશ.આ ગુનામાં માંજલપુર  પી.આઇ.ડી.બી.વાળાએ આરોપી પ્રતાપ સોલંકી ( રહે. સુરેશનગર, માંજલપુર)ની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News