વડોદરા: પોર ગામ પાસે એક લક્ઝરી બસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ; મુસાફરોનો બચાવ

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
વડોદરા: પોર ગામ પાસે એક લક્ઝરી બસમાં બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ; મુસાફરોનો બચાવ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

વડોદરા જિલ્લાના પોર ગામ પાસે રોડ પર એક ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં બટેરીાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી.જેની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ઘટના સ્થળ પર જવાનો પહોંચી ગયા હતા. પરંતુ ડ્રાઇવર સહિતના લોકોએ ત્યાં સુધી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાના કારણે એક તબક્ક મસાફરોના જીવન પડીકે બંધાયા હતા. નેશનલ હાઇવે 48 પર આવેલા વડોદરા જિલ્લાના પોર ગામ પાસેથી રોજ વાહનોની સતત દોડધામ રહેતી હોય છે. ત્યારે ગુરુવાના રોજ  પોર થોડે આગળ જતા એક દેવકૃપા ટ્રાવેલ્સની લક્ઝરીમાં બસની બેટરીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી હતી. આગ લાગવના કારણે મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જેની જાણ ફાયર બ્રિગેડની કરાતા ટીમના જવાનો આગની ઘટના પર જવા માટે રવાના તયા હતા. પરંત જવાનો પહોંચી તે પહેલા ડ્રાઇવર સહિતના લોકોએ ભેગા મળીને આગળની પર કાબૂ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે બસમાં આગ લાગ્યાની ઘટના પગલે રોડ સામાન્ય ટ્રાફિકજામ થયો હતો. પરંતુ બાદમાં પૂર્વવત થઇ ગયો હતો.


Google NewsGoogle News