Get The App

જમીન સંપાદન કચેરીના અગત્યના દસ્તાવેજો આગ લગાડી બાળી નાંખ્યા

મધ્યાહ્ન ભોજન યોજના કચેરીના કાગળો પણ આગમાં બળી ગયા

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
જમીન સંપાદન કચેરીના અગત્યના દસ્તાવેજો આગ લગાડી બાળી નાંખ્યા 1 - image

 વડોદરા,જમીન સંપાદન અને મધ્યાહ્ન ભોજન યોજના કચેરીમાં આગ લગાડી અગત્યના દસ્તાવેજો બાળી નાંખનાર આરોપીની રાવપુરા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

હરણી કામાક્ષી ત્રિપ્લેક્સમાં રહેતા કાંતિભાઇ શંકરભાઇ ભોઇ કોઠી કચેરીમાં ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એકમ - ૧ની કચેરીમાં છેલ્લા આઠ મહિનાથી નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. રાવપુરા પોલીસ  સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી કચેરી કોઠી બિલ્ડીંગમાં પહેલા માળે છે. અમારી કચેરીની સામે મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી છે. ગત તા.૧૦મી નવેમ્બરે સાંજે હું નોકરી કરીને ઘરે ગયો હતો. પટાવાળા કિરણ પ્રજાપતિએ ઓફિસ બંધ કરી હતી. દિવાળીની રજા દરમિયાન અમારી ઓફિસમાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડે આગ બુઝાવી દીધી હતી. આગમાં રૃમ નંબર - ૫૭માં મૂકેલું રેકર્ડ બળી ગયું હતું. તેમજ ગેલેરીમાં મૂકેલા રેકર્ડના પોટલા પણ અડધા બળી  ગયા હતા. અમારી ઓફિસની સામે મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીના અગત્યના દસ્તાવેજો બળી ગયા હતા. કોઇ શખ્સે અગત્યના દસ્તાવેજોનો નાશ કરવા માટે આગ લગાડી હતી. જે અંગે રાવપુરા  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News