દિલ્હી ખાતે લોકો પાયલોટ્સ સાથે રાહુલ ગાંધીની મુલાકાતની અસર વડોદરામાં

વડોદરાના રેલ અધિકારીઓએ પત્રકારોને બોલાવીને કહ્યું કે અમે લોકો પાયલોટ્સને એ.સી.રૃમ સહિતની આધુનિક સુવિધા આપીએ છીએ

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
દિલ્હી ખાતે લોકો પાયલોટ્સ સાથે રાહુલ ગાંધીની મુલાકાતની અસર વડોદરામાં 1 - image


વડોદરા : ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનમાં લોકો પાયલોટ્સ (એન્જિન ડ્રાઇવરો) સાાૃથે વિપક્ષના નેતા રાહુલ ગાંાૃધીની મુલાકાત બાદ રેલવે તંત્ર દોડતું થયું છે, જેની અસર પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન ઉપર પણ જોવા મળી છે.

આજે બપોરે ૩.૩૫ વાગ્યે પત્રકારોને વોટ્સએપ ઉપર રેલવે તરફથી મેસેજ મળ્યો હતો કે સાંજે પાંચ વાગ્યે લોકો પાયલોટ રનિંગરૃમ ખાતે મીડિયાના મિત્રો સાથે ચર્ચા માટે રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહેશે. માત્ર દોઢ કલાકના ટૂંકા સમયની નોટિસમાં જ પત્રકારોને બોલાવવામાં આવ્યા હોવાથી કોઇ અગત્યની જાહેરાત હશે તેવુ જાણીને પત્રકારો તાબડતોબ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા.

'અહી રનિંગરૃમ ખાતે રેલવે અધિકારી સુભાષ નાગ ઉપસિૃથત હતા. તેઓએ પત્રકારોને માહિતી આપી હતી કે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રનિંગ સ્ટાફ એટલે કે લોકો પાયલોટ, આસિસ્ટન્ટ પાયલોટ અને ગાર્ડના આરામ માટે રેસ્ટરૃમની આધુનિક સુવિધા છે, જેમાં એરકન્ડિશન્ડ રૃમોમાં કુલ ૭૨ બેડ છે. વોટર હીટર છે, પીવાના પાણી માટે આર.ઓ.ની સુવિાૃધા છે. રેલવે તેઓને ૭ રૃપિયામાં જમવાનું આપે છે, બાકીના ૬૩ રૃપિયા રેલવે ભોગવે છે. જો તેઓ પોતાની મનપસંદ વાનગી બનાવવા માગે તો તેઓ વસ્તુઓ લઇને આપે ત્યારે કૂક  બનાવી પણ આપે છે. ડાઇનિંગ રૃમ પણ એ.સી. છે.'

આ માહિતી તમે હવે પત્રકારોને કેમ આપી રહ્યા છો ? પત્રકારોના આ સવાલનો જવાબ રેલવે અિાૃધકારી પાસે નહતો. રનિંગ સ્ટાફને જે સુવિાૃધા અપાય છે તે વર્ષોથી આપવામાં આવી રહી છે તેમાં નવી કોઇ સુવિાૃધાનો ઉમેરો થયો નથી તેમ છતાં તાબડતોબ પત્રકારોને બોલાવીને આ માહિતી આપવા પાછળનું કારણ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીની લોકો પાયલોટ્સ સાથે એક મુલાકાતથી રેલવે તંત્ર ગભરાયું છે અને દોડતુ થયું છે.


Google NewsGoogle News