Get The App

વાસણારોડ પરના ઇમિગ્રેશન કન્સલટન્ટે વિદેશ મોકલવાના નામે રૃપિયા પડાવ્યા

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
વાસણારોડ પરના ઇમિગ્રેશન કન્સલટન્ટે વિદેશ મોકલવાના નામે રૃપિયા પડાવ્યા 1 - image

વડોદરાઃ વાસણારોડ વિસ્તારના ઇમિગ્રેશન કન્સલટન્ટે વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે કેટલાક યુવકો સાથે છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રતાપનગર રોડ પર કૈલાસ ભવનમાં રહેતા ગૌરવ પંચાલે પોલીસને કહ્યું છે કે,જૂન-૨૦૨૨માં સોશ્યલ મીડિયા પર વિદેશમાં વર્ક પરમિટના નામે એક જાહેરાત જોઇ સંપર્ક કરતાં મને રૃબરૃ બોલાવવામાં આવ્યો હતો.

વાસણારોડ ખાતે ક્લાસિક કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી ક્રિપા ઓવરસીઝ નામની ઓફિસમાં હું સંચાલક ભાવેશ ચૌહાણને મળતાં તેણે પોલેન્ડ મોકલી વર્ક પરમિટના વિઝા અપાવવા માટે રૃ.અઢીલાખ માંગ્યા હતા.જેથી મેં રૃ.૧ લાખ ચૂકવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેણે મને ઓફર લેટર નહિં આપી વાયદો કરતાં શંકા પડી હતી.જેથી રૃપિયા પરત માંગતા તેણે મને ગાળો ભાંડી ભવિષ્ય બગાડી નાંખવાની ધમકી આપી હતી.

ગૌરવ પંચાલે પોલીસને કહ્યું છે કે,મારી જેમ તાંદલજાના વકાર પટેલ પાસે પણ રૃ.૧ લાખ તેમજ સોમાતળાવ ડભોઇરોડ વિસ્તારના નિખિલ રાજપૂત પાસે પણ રૃ.૧.૨૫ લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે.જેથી જે પી રોડ  પોલીસે ભાવેશ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News