કોર્પોરેશનના પાંચેય કૃત્રિમ તળાવમાં ૧૨૮૦૪ શ્રીજી મૂર્તિઓનું વિસર્જન

ખાનગી બે કુંડામાં ૬૭૦૦ મૂર્તિઓ મળી કુલ ૨૦૩૦૫ મૂર્તિઓનું વિસર્જન કરાયું

સૌથી વધુ મૂર્તિઓનું હરણી-સમા લિન્ક રોડ સ્થિત કૃત્રિમ તળાવમાં વિસર્જન કારયું હતું.

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
કોર્પોરેશનના પાંચેય કૃત્રિમ તળાવમાં ૧૨૮૦૪ શ્રીજી મૂર્તિઓનું વિસર્જન 1 - image

વડોદરા, વડોદરામાં અનંત ચતુર્થીના દિવસે સવારથી શરુ થયેલું શ્રીજી મૂર્તિ વિસર્જન શુક્રવારની વહેલી સવાર સુધી ચાલુ રહ્યું હતું. કોર્પોરેશને મૂર્તિ વિસર્જન માટે બનાવેલા પાંચ કૃત્રિમ તળાવ ઉપરાંત બીજા બે કૃત્રિમ કુંડ મળી કુલ ૨૦૩૦૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

 અહીં ૩૩૫૬ મૂર્તિઓ વિસર્જિત  થઇ હતિ. એસએસવી સ્કૂલની સામે, કુબેરેશ્વર રોડ સ્થિત તળાવમાં ૩૧૭૫  મૂર્તિઓ, નવલખી ખાતે ૨૮૬૭ મૂર્તિઓ અને દતશામાં ગોરવા કૃત્રિમ તળાવમાં ૨૮૩૫ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ વખતે કોર્પોરેશને માંજલપુરમાં કંચનભગત બાગ પાસે કૃત્રિમ તળાવ બનાવ્યું હતું, જયાં ૫૭૧ મૂર્તિઓ વિસર્જિત કરાઇ હતી. 

આ  સિવાય ગોત્રી રોડ પર કોર્પોરેટરે બનાવેલા કુંડમાં આશરે ૩૮૦૦ અને ઇન્દ્રપ્રસ્થ કૃત્રિમ કુંડમાં ૨૯૦૦ મૂર્તિઓનું વિસર્જન થયું હતું.

 કોર્પોરેશનના પાંચેય કૃત્રિમ તળાવમાં કુલ ૧૨૮૦૪ શ્રીજી મૂર્તિઓનું શ્રધ્ધાભેર વિસર્જન થયું હતું. કોર્પોરેશને આ પાંચેય તળાવ ખાતે મૂર્તિઓ ઉંચકવા માટે ૩૬ ક્રેન મુકી હતી અને વિસર્જન માટે મૂર્તિ લઇ જવા ૬૦ તરાપા મુકયા હતા.


Google NewsGoogle News