વિકૃત સામગ્રી અને બળાત્કાર અંગે આઇ.એમ.એ. દ્વારા સેમિનાર
ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે પ્રસારને નિયંત્રિત કરવા કડક પગલાંની જરૃર
વડોદરા,આજે વડોદરામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોલ ખાતે વિકૃત સામગ્રી બળાત્કારનું મુખ્ય કારણ છે. સંસ્કૃતિ બચાવો,રાષ્ટ્ર બચાવો શીર્ષક હેઠળ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વક્તાએ વિકૃત સામગ્રીના પ્રસારને રોકવા માટે કડક પગલાં લેવાની તાત્કાલિક જરૃરિયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે સમાજે વિદેશી આક્રાંતાઓથી પોતાની જાતને બચાવી, તે જ સમાજમાં આજે વિકૃત સામગ્રી બનાવનારાઓ આક્રાંતાઓનું કામ કરી રહ્યા છે.આ સાંસ્કૃતિક આતંકવાદ સામેની લડાઈ છે.
સેમિનારમાં તબીબી વ્યાવસાયિકો, શિક્ષકો અને સામાજિક કાર્યકરો સહિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા વિકૃત વર્તનના સામાન્યકરણના મનોવૈજ્ઞાાનિક અને સામાજિક પરિણામો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વિકૃત સામગ્રીના પ્રસારને નિયંત્રિત કરવા માટે કડક પગલાંની જરૃર હોવાનું જણાવ્યું હતું.