Get The App

વડોદરામાં ખુલ્લેઆમ દોડતા ગેરકાયદે વાહનોનું રાજ, સોમા તળાવ પાસે વાહનોના ડ્રાઇવર વચ્ચે મારામારી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ખુલ્લેઆમ દોડતા ગેરકાયદે વાહનોનું રાજ, સોમા તળાવ પાસે વાહનોના ડ્રાઇવર વચ્ચે મારામારી 1 - image

image : Freepik

Vadodara Crime News : વડોદરામાં ડભોઇ રોડ વૈષ્ણવ વાટિકા સોસાયટીમાં રહેતા મગનભાઈ ઈશ્વરભાઈ વણકર ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને ઇકો કારમાં સોમા તળાવથી ડભોઇના પેસેન્જરના ફેરા મારે છે.

વડોદરા શહેરના કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે ચાર વાગ્યે હું મારી કાર લઈને સોમા તળાવ ચાર રસ્તા ફેરી કરવા માટે ગયો હતો. ત્યાં ગાડી લાઈનમાં મૂકતો હતો અને જેમ-જેમ લાઈનમાં નંબર આવે તેમ ગાડીમાં પેસેન્જર ભરીને જતા હતા. સવારના સાડા સાત વાગે મારી ગાડીમાં પેસેન્જર ભરવાનો વારો આવતા હું પેસેન્જર ભરતો હતો. તે દરમિયાન જગદીશ રાણાભાઇ ભરવાડ રહેવાસી કિસાન નગર કુંડેલા તાલુકો ડભોઇ ત્યાં આવ્યો હતો અને મને કહ્યું હતું કે તું કેમ પેસેન્જર ભરે છે.. ડભોઇ તારા બાપનું છે? તેમ કહી મને ગાળો બોલી ઝપાઝપી કરી હતી. અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. આજુબાજુના લોકો ભેગા થઈ જતા મને છોડાવ્યો હતો.


Google NewsGoogle News