ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન પકડાયું

એક જે.સી.બી. અને પાંચ ડમ્પર મળી ૮૦ લાખનો મુદ્દામાલ કબજે

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેતી ખનન  પકડાયું 1 - image

વડોદરા,વરસતા વરસાદમાં પણ રેતી માફિયાઓ દ્વારા ઓરસંગ નદીના પટમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરવામાં આવી  રહ્યું છે. તંત્ર દ્વારા રેડ પાડીને પાંચ ડમ્પર અને એક જે.સી.બી. મળીને ૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ડભોઇ તાલુકાના કરનેટ અને ભીમપુરા ગામે ઓરસંગ નદીના  પટમાંથી ગેરકાયદે ખનન કરીને રેતી ભરવામાં આવતી  હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેના આધારે સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા ગેરકાયદે રેતી ખનન કરી હેરાફેરી કરતા વાહનો મળી આવ્યા હતા. તંત્રે પાંચ ડમ્પર અને એક જે.સી.બી. મળી છ વાહનો કબજે કર્યા છે. આ વાહનો કોની માલિકીના છે ? કેટલા સમયથી આ  રીતે રેતીની હેરાફેરી થતી હતી ? તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News